એક જ પરિવારના ચાર પુત્રો સહિત માતા સાથે ૫ સભ્યોને કોરોના, ૧૩ એપ્રિલ થી આખો પરિવાર ભાવનગર સમરસમાં કોરોન્ટાઇનમાં છે, એક પછી એક પરિવારના પાંચ સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ

હરેશ પવાર
ભાવનગરમાં ચિંતાનજક રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના વૈશ્વિક મહામારીએ સિહોરમાં પણ ૧૩ એપ્રિલે દેખા દઈ દીધા હતા સિહોરના જલુના ચોકમાં રહેતા દસાડીયા પરિવારના યુવાન અલ્ફાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારને ૧૩ એપ્રિલથી ભાવનગર સમરસ હોસ્પિટલ ખાતે કોર્નટાઇનમાં રાખવામાં આવ્યા છે જેમાં ક્રમશ યુવાનના ત્રણે ભાઈઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. જેમાં બે ભાઈઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થઈને ઘરે પરત આવી ગયા છે ગઇકાલે જ અલ્ફાજ બાદ યાસીને પણ કોરોને હરાવ્યો હતો.

જોકે આજે ચારેય યુવાનની માતા શહેનાઝબેન દસાડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે ફેરવામાં આવ્યા હતા. સિહોરમાં કુલ પાંચ કેસો કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં હાલ ત્રણ કેસો જ એક્ટિવ છે અને બે કેસોના સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરી આપવામાં આવ્યા હતા. સિહોરના લોકો જે હજુ પણ ગંભીરતા નથી દાખવતા તેમને ચેતી જવું જરૂરી છે કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે સિહોરના એક જ પરિવારના ૫ સભ્યોને કોરોનાએ બાનમાં લીધા છે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિસ્તાર છેલ્લા ૨૫ દિવસથી સિલ કરાયો છે અને આ પરિવાર તે દિવસથી તબીબી સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here