બહારથી અને ખાસ કરીને સુરત તરફથી મંજૂરી અપાયા બાદ લોકો મોટી સંખ્યામાં આવ્યા, હેલ્થ વિભાગની કાબીલે-તારીફ કામગીરી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને તાલુકા વિસ્તારમાં આવવા મંજુરી અપાતા તાલુકામાં ક્વોરન્ટાઇન કરેલા લોકોની સંખ્યા ૪૩૩૩ સુધી પોહચી ગઈ છે ખાસ કરીએ સુરત બાજુથી આવેલ લોકોની આરોગ્ય તપાસ પુર જોશમાં શરૂ છે તાલુકા હેલ્થ કચેરી સિહોરના અર્બન સેન્ટર સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી,તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, અબઁન હેલ્થ ઓફિસર ડો.અમીનભાઈ લાખાણી, આરોગ્ય કમઁચારીશ્રીઓ સાજનભાઈ હાણરણા,દિપકભાઈ નાથાણી, લલીતભાઈ ધાંધલ્યા,આસીફભાઈ કરગથરા,કપીલભાઈ બોરીચા,જયમલભાઈ રાઠોડ,સતિષભાઈ મકવાણા, મન્સુરી ઝૈદ દ્રારા સિહોર અને તાલુકામાં ૪૩૩૩ લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

લોકોને ધેર ધરે સમજાવીને તેનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી દ્રારા લોકોને પણ બહારગામ થી આવેલા હોઈ તેને નિયમનું પાલન કરવું અને પોતે સુરક્ષીત રહી શકીશું તેમજ સમાજ માં કોરોના થી મુકત રાખી શકીશું અને કાયદા-નિયમમાં ન રહેનાર ને કાનુની પગલા પણ લેવાઈ શકે તેવી તાકીદ કરી છે.સંકલન દિપકભાઈ ગઢવી અને પંકજભાઈ મહેતા કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અન્ય જિલ્લાઓમાંથી પણ સિહોર પંથકમાં મોટી સંખ્યામાં લોકો પરમીશન મેળવીને આવી ચુકયા છે. આ લોકોને આરોગ્ય તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે પરંતુ જેમને પણ હોમ કોરોન્ટાઈન કરાયા છે તેવા લોકો નિયમોનો ભંગ કરીને બહાર ન નીકળે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here