અમદાવાદથી ત્રણ દિવસ પહેલા સિહોરના જીથરી ગામે આવેલ દંપતી અને બાળક કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
કાળમુખો કોરોના હવે ગ્રામ્ય વિસ્તાર સુધી પોહચ્યો છે ભાવનગર જિલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. આજે સિહોરના જીથરી ગામના એક પરિવારના ત્રણ સભ્યોનો કોરોના પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી છે અને સગા સબંધીઓ ચિંતામાં મુકાયા છે સમગ્ર મામલે આરોગ્ય ટીમનો મોટો કાફલો જીથરી ગામે દોડી ગયો છે પોઝિટિવ દર્દી મૂળ અમદાવાદ અકિલા બોપલ વિસ્તારમાં વસવાટ કરતો હતો તેમના વતન સિહોરના જીથરી ગામે આવ્યો અને વધુ ત્રણ લોકોને સંક્રમિત થવાનો વારો આવ્યો હતો.

ત્યાં તેમની અમદાવાદમાં તેમના સંબંધીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પોતાના વતન અકીલા ગયો હતો. ત્યાં માતા, પિતા અને પુત્રનો પોઝિટિવ આવતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આજના નવા કેસ સાથે જિલ્લાના કુલ કેસ ૧૨૪ થયા છે.  આજે નવા નોંધાયેલા કેસની વિગતો અનુસાર 30 વર્ષીય આશિષભાઈ ભાલાણી, 28 વર્ષીય દિપીકા ભાલાણી અને 3 વર્ષીય સત્ય ભાલાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પરિવારના અન્ય સભ્યને અમદાવાદમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેઓ 29 મેં ના રોજ સિંહોરના જીથરી આવી ગયા હતા.

અહીં પહોંચ્યા બાદ આ ત્રણેયમાં પણ કોરોના લક્ષણો ડેવલપ થયા અને તેઓ સર ટી હોસ્પિટલમાં ટેસ્ટ માટે ગયા હતા. જ્યાં આ ત્રણેયના રિપોર્ટ પોઝિટિવ આવતા નાનકડા જીથરી ગામમાં ભારે ચકચાર મચી છે ત્રણ કોરોના પોઝિટિવ બાદ સિહોર તાલુકા હેલ્થ વિભાગનો મોટો કાફલો સ્ટાફ જીથરી ગામે દોડી જઈને જરૂરી કાર્યવાહી સક્રમણ થયેલ વ્યક્તિઓની તપાસ હોમ કોરોન્ટાઇન લોક જાગૃતિ પત્રિકા વિતરણ થી લઈ જન જાગૃતિ મારે ઘર ઘર સુધી મુલાકાત લીધી હતી તાલુકા હેલ્થ કચેરીના મુખ્ય અધિકારી જયેશ વકાણી અનિલ પંડિત સહિત સ્ટાફ જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here