સાવધાન ! : જિલ્લામાં આગળ ધપતો કોરોના, સિહોરમાં કેસથી હડકંપ વડોદરામાં યોજાયેલી મરકજમાં ગયેલો યુવાન કોરોનાનો ચેપ લઈ આવ્યો :પોલીસે લિસ્ટ જાહેર કરતા સિહોરના ૧૦ યુવાનોને શોધી લઈ કોરોના ટેસ્ટ કરાયો

શ્યામ જોશી – હરીશ પવાર
લોકડાઉના છેલ્લા દિવસે સિહોરમાં પણ કોરોનાનો દર્દી મળી આવતા હડકપં મચ્યો છે. દિલ્હીની મરકજથી કોરોના ભાવનગર પહોંચ્યો હતો તો સિહોર સુધી કોરોના પહોંચ્યો તેમાં વડોદરા ખાતે યોજાયેલી મરકજ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેસર,ઘોઘા બાદ હવે સિહોર પણ કોરોનાની ચુંગાલમાં સપડાયુ છે. ગઇરાત્રે સિહોરના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હડકપં મચ્યો હતો યુવકના પોઝિટિવ રિપોર્ટના સમાચારો બાદ તંત્ર વિભાગોમાં ભારે દોડધામ મચી હતી સમગ્ર તંત્ર અડધી રાત્રે જલુના ચોક વિસ્તારોમાં જઈને સમગ્ર વિસ્તારને સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી સિહોરથી વડોદરામાં મરકજમાં ૧૦ મુસ્લિમ યુવાનો ગયા હતા.

વડોદરામાં આ મરકજ કોરોનાનું એપી સેન્ટર બની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આથી વડોદરા પોલીસના નિર્દેશ મુજબ ભાવનગર એસપીની સૂચનાથી સિહોરના ૧૦ યુવાનોની શોધખોળ ચલાવાઈ હતી અને તમામના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ કરાતા અલફાઝ હનીફભાઈ દસાડીયા (ઉ.વ.૨૦, રે જુલુનો ચોક, સિંહોર)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી રાત્રે તેને સર ટી. હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાં રીફર કરવામાં આવેલ. આ ઉપરાંત આ યુવાનના સીધા સંપર્ક વાળા વ્યકિતઓનું લિસ્ટ બનાવી તેઓને કોરોન્ટાઇન કરવા કાર્યવાહી હાથ ધરી હતી હાલ સમગ્ર પરિવારને કોરોન્ટાઇન કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here