સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા, સોનગઢ, ટાણા, મઢડા, ઉસરડ અર્બન ટીમની જબ્બર મહેનત

બ્રિજેશ ગૌસ્વામી
કોવિડ-૧૯ માં બીજી લહેરમાં અનેક લોકોને આપણે ગુમાવ્યાં છે. વિશ્વના અનેક દેશો જ્યારે રસીકરણથી તમામ લોકોને આવરી લઈને કોરોના મુક્ત દેશ બન્યાં છે. આજે આપણી પાસે પણ કોરોનાથી બચવા બે જ વિકલ્પ છે એક માસ્ક અને બીજું જરૂરી છે સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણીની સીધી દેખરેખ હેઠળ તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, ટી.એચ.વી. હસુમતીબેન ગોહિલના સુપરવિઝન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા, સોનગઢ, ટાણા, મઢડા, ઉસરડ અર્બન હેલ્થ યુનિટ રસીકરણમાં કામ કરી રહ્યા છે.

આજરોજ તા.૪-૬-૨૦૨૧ના રોજ ૧૮ થી વધુ વયના યુવાઓનું રસીકરણ શરૂ થતાં જ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ધોળકીયા હાઉસ રસીકરણ કેન્દ્ર ખાતે ૨૭૮, સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૨૧ અને ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮૦ યુવાનોએ રજીસ્ટ્રેશન કરીને ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા મેડિકલ ઓફિસરો, સુપરવાઇઝરો, આરોગ્ય કર્મચારીઓ, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરો, આર.બી.એસ.કે. ડૉક્ટરો, આશાબહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here