સિહોરમાં કોરોના યોદ્ધાઓનું વિશિષ્ટ સન્માન: જમીઅતે ઉલ્મા એ હિન્દ સંસ્થા દ્વારા ઈદના ભાગરૂપે અનોખી ઉજવણી, તમામનું શાહી સન્માન

સંદીપ રાઠોડ – બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉન વચ્ચે તંત્ર અને પ્રજાની મિત્રતાને ઉજાગર કરતા અનેક કિસ્સોઓ સામે આવ્યા છે હાલની પરિસ્થિતિમાં જે રીતે તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને પોલીસકર્મીઓ નાગરિકોની સેવામાં જીવનાં જોખમે પણ અવિરત ઊભા છે તે જોતા દરેક ભારતીયને સમજાઈ ગયું છે કે દરેક કામ કર્મચારી માત્ર નોકરી છે કે પગાર મળે છે એટલે મારે કરવું પડે, એ જ વાત મનમાં રાખીને નથી કરતો. જેમ માતા પોતાનાં બાળકને કડવી દવા પીવડાવવા પહેલા સમજાવે, ડરાવે, ધમકાવે અને તોય ના માને તો શિક્ષા પણ કરે છે, પણ તેની પાછળ માતાનો આશય બાળક સ્વસ્થ રહે એવો જ હોય છે. આવો જ કિરદાર અત્યારે તંત્ર ભજવી રહી છે.

સિહોરની જમીઅતે ઉલ્માએ હિન્દ સંસ્થા દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે દરેક સમાજના સન્માનીય લોકોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત પ્રત્યેક અધિકારી આગેવાન પર એ રીતે પુષ્પ વર્ષા થઈ કે એમ કહી શકાઇ કે દરેક વોરિયર્સ ને આવું સન્માન મળે તો બધો થાક ઉતરી જાય સંસ્થાએ પુષ્પવર્ષા કરીને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો સિહોર જમીઅતે ઉલમા એ હિન્દ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવણી સાથે કોરોના યોદ્ધાઓનાં સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. સૌના મોઢા ઉપર માસ્ક હતા. `પ્રારંભે સંસ્થાનાં અધ્યક્ષએ સૌને ઇદ મુબારક પાઠવીને સ્વાગત કર્યું હતું.

કોરોનાં સંકટમાં જેમણે રાત-દિવસ જોયા વિના જરૂરતમંદ લોકો વચ્ચે રહી પોતાની જાનની પરવાહ કર્યા વિના લોકોની સેવા કરી છે તેવા કોરોના યોદ્ધાઓને સન્માનપત્ર અર્પણ કરી ઇદ પ્રસંગે તેઓની કામગીરીને બિરદાવવામાં આવી. કોરોના યોદ્ધાઓએ સન્માન `પ્રત્યુત્તરમાં આભાર લાગણી વ્યક્ત કરેલી. વહીવટી તંત્ર, ડોકટર્સ, પોલીસ, મીડિયા, પત્રકારો, તથા સામાજિક કાર્યકરોની સેવાઓને બિરદાવવામાં આવેલી. સમગ્ર દેશ અને દેશવાસીઓ વહેલી તકે કોરોના મહામારીમાંથી મુક્ત થાય તેવી દુઆ માંગવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here