કોરોનાનો સામનો ગુજરાતીઓ મક્કમતાથી કરશે – મિલન કુવાડિયા

શંખનાદ કાર્યાલય
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નોવેલ કોરોના વાઈરસ સંક્રમણ અન્વયે દેશની જનતાને તા. ૨૨ માર્ચ, રવિવારે સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યુંમાં જોડાવા અપીલ કરવામાં આવી છે આ સંદર્ભે શંખનાદ સંચાલક અને લોકનેતા આગેવાન અગ્રણી મિલન કુવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ જનતા કર્ફ્યું માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ માધ્યમો દ્વારા નાગરિકોએ જનતા કર્ફ્યુંને સમર્થન આપ્યું છે.આ મહામારી સમયે સાવચેતી, સંયમ, સંકલ્પ, સ્વયંશિસ્ત દ્વારા કોરોના વાયરસને મજબૂત રીતે મક્કમતાથી લડત આપીશું અને કોરોનાને ભગાવીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે.

સ્વયંથી લઈ સમગ્ર શ્રુષ્ટિનાં હિતાર્થે આવો સૌ સાથે મળીને જનતા કર્ફયુને સમર્થન આપીએ..મિલન કુવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી બચવા ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોને નહીં જવા જણાવ્યું છે ગુજરાતમાં જાહેર સ્થળો પર છેલ્લા એક સપ્તાહથી નહીવત પ્રમાણમાં નાગરિકો જોવા મળી રહ્યાં છે. કોરોના વાયરસથી બચવાની સાવચેતીનાં ભાગરૂપે વારંવાર હાથ ધોવા જોઈએ. થોડા દિવસો કામ સિવાય ઘરની બહાર ન નીકળવું અને કામથી ઘરની બહાર નીકળતા સમયે મોઢા પર માસ્ક પહેરવું. આપણે સૌએ સમજવું પડશે કે આપણે સ્વસ્થ તો સબ સ્વસ્થ. મિલન કુવાડિયાએ અંતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી અને જનતાએ અનેક મહામારીઓ-આફતો સામે બાથ ભીડી છે.

કોરોના વાયરસનો સામનો પણ ગુજરાત-ગુજરાતીઓ પૂરી મજબૂતાઈ અને મક્કમતાથી કરશે. કોરોના વાયરસની મહામારીને આગોતરા આયોજન, સૂજબૂજ તેમજ અસરકારક નિર્ણયોથી કાબૂમાં રાખી છે, ભારતની તુલનામાં અન્ય વિકસિત દેશોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે.કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે ગરીબ શ્રમજીવો સહિત સામાન્ય નાગરિકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણયો લેવાઈ રહ્યા છે. આ લડાઈ આપણી પોતાની લડાઈ છે આપણે દેશ રક્ષા માટે સરહદ પર નથી.

જય શકતા પરંતુ આપણે આપણા દેશ ખાતર આ લડાઈ ઘર પરિવાર સાથે લડી શકીએ એમ છીએ ફક્ત દ્રઢ મનોબળ સાથે 24 કલાક ઘર ને પરિવાર સાથે રહીએ તો આ વાયરસ ફેલાવવા ની સાંકળ તુટી જાય ને વાયરસ ને હરાવવા આપણે સફળ થઈએ બાકી એક વાર ફેલાય જશે તો તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે ત્યારે આવો સાથે મળીને સંકલ્પ કરીયે ને આ મુશ્કેલી નો સામનો કરવા કટિબદ્ધ થઈએ આ સાથે હું જાહેર જનતાને જનતા કર્ફયુમાં જોડાવવા અપીલ કરૂ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here