નગરપાલિકા બિલ્ડીંગને સેનિટાઇઝ તેમજ પાલિકામાં આવતા લોકોનું ચેકઅપ શરૂ કર્યું, ગઇકાલે કોંગ્રેસે રજુઆત કરી હતી

હરેશ પવાર
સિહોર નગરપાલિકાનું તંત્ર રોડ પર રૂઆબ છાટીને આમ પ્રજાને દંડ ફટરકારતા તંત્રની પોલ ગઇકાલે વિપક્ષે ઉઘાડી પાડી દીધી હતી કોરોના તકેદારી પગલાં નગરપાલિકા બિલ્ડીંગમાં જ લેવાતા નથી ખાળે ડૂચા દરવાજા મોકળા ઘાટ પાલિકામાં છે તેવું કોંગ્રેસના કહ્યા બાદ આજે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને કોંગ્રેસની માંગ અને રજૂઆતોના પગલે કામગીરી કરવામાં આવી છે બીજી બાજુ શહેરમાં પોઝિટિવ કેસો વધી રહ્યા છે.

ત્યારે સિહોર વિપક્ષ દ્વારા પ્રમુખ શ્રી સહિત ને લેખિત રજુઆત કરવામાં આવેલ કે પાલિકામાં કચેરીમાં અરજદારો કામ માટે આવતા જતા હોય પણ આવા કેસોને લઈ કચેરીમાં કોઈ શંકાસ્પદ કેસો આવશે તો જવાબદાર કોણ અને જે અંગે કર્મચારી દ્વારા તકેદારી રૂપે સેનેટાઇઝર તેમજ થર્મલ ઘન થી તપાસ કર્યા બાદ ઓફીસ માં પ્રવેશ આપવાને લઈ ઉગ્ર રજુઆત ને લઈ આજે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here