કોરોનાના કેસ વધતા શહેર તાલુકાના લોકોમાં ભયનો માહોલ, સિહોર અને તાલુકાનો આજ સુધીનો કુલ આંકડો ૮૨, લોકોની સાવચેતી જરૂરી

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસનુ સંક્રમણ સિહોર શહેર અને તાલુકામાં વધી રહ્યુ છે તેથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વધુ પાંચ કોરોના કેસો આવ્યા છે અને તાલુકા વિસ્તારોમાં આઠ કેસ આવ્યા છે ટોટલ આજના ૧૩ કેસ કોરોના આવતા લોકોમાં એક ભય દેખાઈ રહ્યો છે ત્યારે કોરોના પોઝિટિવ આવનાર દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં.

સિહોર શહેરમાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૫ કેસ અને તાલુકાના ગામોમાં ૮ કેસો નોંધાતા હડકંપ મચી જવા પામેલ છે, જેમાં સિહોર શહેરના એકતા સોસાયટીની ૨૧ વર્ષીય મહિલા, લીલાપીર વિસ્તારમાં ૨૪ વર્ષીય મહિલા, પુનિતનગર ૪૦ વર્ષીય યુવાન, નવાગામ કનિવાવ ૨૬ વર્ષીય મહિલા, ઘાંચીવાડ ૨૩ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

જ્યારે તાલુકામાં ૮ દર્દીઓને પોઝિટિવ આવ્યો છે દર્દીઓની તબીયત બગડતા તબીબે શંકાના આધારે કોરોનાના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. આજે ગુરુવારે દર્દીઓના કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેથી દર્દીઓને તત્કાલ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જયાં તબીબો દ્વારા તેઓની જરૃરી સારવાર શરૃ કરવામાં આવી હતી. આ દર્દીઓને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી.

દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર્દીઓ રહે છે તે વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા સેનેટાઇઝ, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સિહોર શહેર અને પંથકમાં કોરોના આગની જેમ ફેલાઈ રહ્યો છે જે બાબત ચિંતાજનક છે શહેર અને પંથકમાં સુધીમાં ૮૨ કેસો નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here