શહેરની એલડીમુની સ્કૂલ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરાયું, જરૂરિયાત મંદો ને વિનામૂલ્યે સારવાર, દવા, રહેવા થતા ભોજનની પણ વ્યવસ્થા


મિલન કુવાડિયા
માનવ સેવા એજ પ્રભુ સેવા ના શુભ આશય થી સિહોરમાં શરુ કરાયેલ ઉત્તમભાઈ એન ભુતા કોવિડ કેર સેન્ટરનો અનોખો સેવા યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે એક તરફ કોરોનાનો હાહાકાર છે અને લોકો જીવ બચાવવા આમતેમ ભટકી રહ્યા છે હોસ્પિટલો માં બેડ મળતા નથી ત્યારે સામાન્ય લોકો માટે ખુબ જ મોટી મુસીબત છે તેવા માં સિહોર એલડીમુની સ્કૂલ ખાતે હાલ ની પરિસ્થિતિ ને પોહચી વળવા કોરોના થી સનક્રમીત થયેલ દર્દી ઓને સારવાર માટે વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરવા માં આવ્યું છે.

જેમાં ગરીબ જરુરીયાત મંદ દર્દીઓ ને વિનામૂલ્યે સારવાર, દવા, રહેવા તથા ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સિહોરની એલડીમુની બિલ્ડીંગ માં જે દર્દી ઓને દવા, બાટલા, ઈન્જેકશન જેવી તમામ સુવિધા વિના મૂલ્યે સારવાર શરૂ કરવા માટે હાલ 20 જેટલા બેડ કાર્યરત છે હાલ ની પરિસ્થિતિ લોકો ની હાલાકી અને ત્વરિત સારવાર મળે અને લોકોની જીવ બચે તે માટે વિનામૂલ્યે યુનિટ શરૂ કરવા આવ્યું છે જેમાં દર્દી ને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી અને દર્દી વધુ ગંભીર સ્થિતિમાં ના મુકાઈ તે માટે વિનામૂલ્યે સારવાર શરૂ કરવામાં આવી છે.

શહેરમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે આ કપરા કાળમાં તંત્ર સ્થિતિને પોહચી વળવા રાત દિવસ કામ કરી રહ્યું છે બીજી બાજુ સામાજિક સંસ્થાઓ આ લડાઈમાં આગળ આવી છે. ત્યારે આજથી સિહોર એલડીમુની સ્કૂલ ખાતે ઉત્તમભાઈ ભુતા કોવિડ સેન્ટર ઉભું કરાયું છે જેમાં જેનબર્કટ ફાર્મા કંપની, હનુમાનધારા સેવા સમિતિ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સિહોર એજ્યુકેશન સોસાયટી, યસ ગેસના સહયોગથી આ સેન્ટર આજથી શરૂ કરવામાં આવ્યું છે.

જ્યાં 20 થી વધુ બેડની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે આજે પરમ પૂજ્ય ધરમદાસબાપુના વરદ હસ્તે નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમની વિશેષ ઉપસ્થિતતીમાં આ સેન્ટરને ખુલ્લું મૂકાયું છે અહીં દર્દીઓને સારવાર સાથે નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે દર્દીને તાત્કાલિક સારવાર મળતા ગંભીર પરિસ્થિતિ નો સામનો કરવાથી બચી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here