જિલ્લા કલેકટરશ્રી અને અધિકારીઓની રૂબરૂ સ્થળ મુલાકાત, આવતા દિવસોમાં નંદલાલ ભુતા હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર શરૂ થાય તેવી પ્રબળ શકયતા, લોકોને રાહત થશે


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ભાવનગર સહિત સમગ્ર રાજયમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પ્રતિદિન ૧૫૦ કરતા વધુ કેસો સરકારી ચોપડે નોંધાય છે ત્યારે તાલુકા મથકોએ કોવિડ હોસ્પિટલો શરૂ કરવા તંત્રએ કવાયત શરૂ કરી છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ અને તેમના સ્વજનોને હાલાકી વેઠવી ન પડે તે માટે જિલ્લાના દરેક તાલુકા મથકે કોવિડ હોસ્પિટલ અતિ આવશ્યક છે સિહોર સહિત ભાવનગર જિલ્લામાં વધતા જતા કેસોને લઈએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિહોરની ભુતા હોસ્પિટલને કોવિડ-૧૯ માટે શરૂ કરવામાં આવે

તેવી પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે અને જિલ્લા કલકેટરશ્રી ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સ્થળ વિઝીટ કરી હોસ્પિટલ ખાતે રૂબરૂમાં ચર્ચા વિમર્શ કર્યો હતા જિલ્લા કલકેટરશ્રીની મુલાકાત બાદ સૂત્રોનું કહેવું છે કે અહીં કોવિડ ૧૯ કોરોના દર્દીઓ માટે સિહોરનું ભુતા હોસ્પિટલ શરૂ કરવા તંત્ર વિચારી રહ્યું છે જેને લઈ આજે જીલ્લા કલેકટરશ્રી અને અધિકારીઓ નંદલાલ ભુતા હોસ્પિટલ ખાતેની મુલાકાત લીધી હતી બીજી તરફ સિહોર ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના લોકોને સૌથી મોટી રાહત થઈ શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here