કોરોનાના આંતક વચ્ચે સિહોરમાં આનંદના સમાચાર : કોવિડ સરકારી હોસ્પિટલમાંથી 3 દર્દીઓએ કોરોનાને હરાવ્યો, રજા અપાઈ


હરેશ પવાર
સિહોરની કોવીડ-૧૯ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કોરોનાના લક્ષણ દેખાતા બંધ થયા બાદ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કોરોના સામે જંગ જીતનાર 3 દર્દીઓને સિહોરની કોવીડ-૧૯ સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે કોરોનાને મ્હાત આપનાર તમામ દર્દીઓએ સિહોર કોવીડ સરકારી હોસ્પિટલમાં સારવાર આપનાર કોરોના વોરિયર્સ એવા તબીબો, આરોગ્ય કર્મચારીઓ,સફાઈ કામદારો અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી નવજીવન આપ્યું હોવાનું જણાવ્યું હતું.

હાલતો ચારેબાજુથી અણધાર્યા અને માંઠા સમાચારો આવી રહ્યા છે જેની વચ્ચે સિહોર શહેરની કોવિડ સરકારી હોસ્પિટલ ખાતેથી એક સારા સમાચાર આવી રહ્યા છે સિહોર પંથકમાં વિસ્તારમાં વ્યાપેલા કોરોના વાયરસ સામે આરોગ્ય વિભાગની અસરકાર સારવાર થી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ ઝડપથી કોરોનનો મ્હાત આપી રહ્યા છે.

સિહોરની કોવિડ સરકારી હોસ્પિટમાંથી 3 દર્દીઓ કોરોના થી સ્વસ્થ થતા રજા આપવામાં આવતાં ઉપસ્થિત ર્ડાકટરો, નર્સ અને સ્ટાફે તાળીઓથી અભિવાદન કરી હોસ્પિટલમાંથી વિદાય આપી હતી 3 કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કોરોનાના લક્ષણ દેખાતા બંધ થયા બાદ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કોરોનાને મ્હાત આપનાર તમામ દર્દીઓએ સારવાર આપનાર કોરોના વોરિયર્સ એવા તબીબો, આરોગ્ય કર્મચારીઓ,સફાઈ કામદારો અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here