આજ હાલ રહેશે તો ઘરે-ઘરે કોરોનાના દર્દીઓનો ઉભરો આવશે, લોકોમાં કોરોનાનો નહીં કાનૂનનો ભય હોય લોકડાઉન જેમ તંત્રએ કડક હાથે કાર્યવાહી કરવી પડશે, લોકોની બેદરકારી અહીં ચાડી ખાઈ છે

મિલન કુવાડિયા
સિહોર સહિત ભાવનગર જિલ્લાનો એક તાલુકો નથી કે જ્યાં કોરોના પોઝિટિવને એક કેસ નોંધાયો નથી. અનલોક બાદ કોવિડ-૧૯ની જાણે બ્રેક ફેઈલ થઈ ગઈ હોય તેમ જુલાઈના પ્રારંભિક ૬ દિવસમાં ૧૨૦થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવવાનું મુખ્ય કારણ લોકોમાં કોરોનાનો ભય જ નથી રહ્યો તે છે, જો આવી જ સ્થિતિ રહી તો ઘરે-ઘરે કોરોનાના દરદીનો ઉભરો આવશે તે નિશ્ચિત છે. બજારો, રસ્તાઓ પર ટોળે ટોળાના દ્રશ્યો કાયમી બની ગયા છે.

સ્થિતિ એટલી હદ સુધી પહોંચી છે કે, રાત્રિના ૧૦ કલાક બાદ કરફ્યુ હોવા છતાં અડધી રાત્રે પણ રખડપટ્ટી કરતા લોકો બિંદાસ્ત થઈ રસ્તાઓ પર નીકળતા જોવા મળી રહ્યા છે. અનલોકમાં જાણે કોરોનાનો કહેર ગાયબ થઈ ગયો હોય તેમ લોકોની માનસિકતા પણ કોરોનાનો રાફડો ફાટવાનું મુખ્ય કારણ બન્યું છે. મોટાભાગના લોકો માસ્ક પણ માત્ર ૨૦૦ રૂપિયાના દંડથી બચવા બાંધે છે નહીં કે, આ મહામારીને ઘરને પ્રવેશતી અટકાવવા! એક સમય એવો હતો કે, એક કેસ આવે તો પણ હાહાકાર મચતો હતો અને ગઈકાલે ૩૮ કેસ આવે છે તો પણ કોઈ દરકાર લેતું નથી તે નરી વાસ્તવિકતા છે અને અહીં બીજું બાજુ લોકો બેદરકારી પણ ચાડી ખાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here