કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા પોલીસનો પ્રયાસ, લાકડા-બાંબુની સાથે પતરા બાંધી દેવાયા,

બ્રિજેશ ગૌસ્વામી
રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના દરદીઓની વધતી જતી સંખ્યા ચિંતાજનક બની છે. ત્યારે કોરોનાની મહામારી સિહોરમાં પ્રસરે નહીં તે માટે પોલીસે શેરી-ગલીઓ ઉપરાંત હવે મુખ્ય રસ્તાઓ પર બેરીકેટની દિવાલ ચણી વાહનોની અવર-જવર રોકવાનો પ્રયાસ કર્યો છે. જગ્યાએ જગ્યાએ બેરીકેટ્સ લગાડી દેવામાં આવ્યા છે. તેના કારણે લોકોને મુશ્કેલી તો પડી રહી છે. પરંતુ તો કોરોના સંક્રમણને ફેલાતા રોકવા રસ્તાઓ લોકડાઉન કરવા જરૂરી છે, તેથી નાગરિકોએ પણ પોતાની ફરજ સમજી પોલીસ અને વહીવટી તંત્રને સહકાર આપવો જરૂરી બન્યો છે. ૨૧ દિવસના લોકડાઉનની કડક અમલવારી થાય.

તે માટે પોલીસે દંડ-ડંડાનો ઉપયોગ કરી જાણ્યો છતાં લોકો કોઈને કોઈ બહાના કાઢી રસ્તાઓ પર આટાં-ટલ્લાં મારવા નીકળી રહ્યા છે. જેથી વાહન ડિટેઈનની કાર્યવાહી પણ કરાઈ તો પણ લોકોએ વાહન લઈ રોડ પર નીકળવાનું બંધ ન કરતા પોલીસે આખરે રસ્તાઓ જ બંધ કરવાનો નિર્ણય કર્યા છે. આજથી શહેરના મોટાભાગના રસ્તાઓ આડે બેરીકેટ્સ ઉભા કરી ઘણી જગ્યાએ પતરા મારી વાહનોની અવર-જવર બંધ કરી દેવાઈ છે. રસ્તાઓ બંધ કરવાનું મુખ્ય કારણ વાહનોની અવર-જવર બંધ થાય અને કોવિડ-૧૯નો ફેલાવો અટકે તેવો છે આવી ગંભીર પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ અને સલામતી માટે જ આ સિસ્ટમ પોલીસે ઉભી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here