કોરોના વાયરસને લઈને ઈદની ઉજવણી ઘરે રહીને કરવા સિહોર સુત્રતવલ મુસ્લિમ સમાજની અપીલ

હરેશ પવાર
કોવિડ-૧૯ ને લઈને અનેક તહેવારોની ઉજવણી લોકોએ ઘરમાં રહીને જ કરવી પડી છે. કોરોના સંક્રમણને અટકાવા માટે થઈને લોકોએ સરકારની ગાઈડલાઈન નું પાલન કરીને જ જીવન જીવવું પડશે. હાલમાં મુસ્લિમનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવા ઉપર છે ત્યારે ઇદનો મોટો તહેવાર નજીક આવી ગયો છે. દરવર્ષે ઇદનો તહેવાર ધામધૂમથી ઉજવામાં આવતો. લોકો ઇદની નમાઝ પડીને ગળે મળીને ઇદની મુબારક આપતા. આ વર્ષે કોરોના મહામારીને લઈને સિહોર સુત્રતવલ મુસ્લિમ જમાતના આગેવાનો દ્વારા તમામ મુસ્લિમ ભાઈઓને ઘરમાં રહીને ઈદની નમાઝ અદા કરીને સાદાઈથી અને કોરોના વાયરસની સરકાર ની ગાઈડલાઈનમાં રહીને ઉજવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here