કોરોનાનો હાહાકાર અજગરી ભરડો : સિહોર પંથકમાં એક સામટા ૪ કેસ : જિલ્લામાં અંદાજીત ૩૫ થી વધુ પોઝિટિવ, આંકડો ૩૭૦ આસપાસ

હરેશ પવાર-દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને તાલુકા સાથે જિલ્લામાં કોરોના વાયરસ હવે ગતિ પકડી રહ્યો છે. ભાવનગર માં આજના દિવસના ૩૫ જેટલા કેસો નોંધાયા છે જ્યારે આજે એક જ દિવસમાં સિહોર તાલુકામાં ૪ પોઝિટિવ કેસો આવતા શહેરમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે. સિહોર આરોગ્ય તંત્ર દ્વારા વધતા જતા કેસોને લઈને સંક્રમણ અટકાવા માટે થઈને સેમ્પલ લઈને કોરોના દર્દી શોધી કાઢ્યા છે.

આજના દિવસે આવેલ ચાર કેસોમાં શહેરના મારુતિનગર વિસ્તારમાં રહેતા આરતીબહેન રાઠોડ ઉ.વ. ૩૨, ભરતભાઇ ડાભી રહે.સુરત (કરકોલીયા ) , ઈકબાલભાઈ પઢીયાર લીલાપીર, અમરભાઈ પઢીયાર લીલાપીર ના મળીને કુલ ૪ કેસો આવ્યા હતા. લીલાલપીર મારુતિનગર અને કરકોલીયા વિસ્તારમાં મેડિકલ ટિમ, નગરપાલિકા અને પોલીસ ટિમો દ્વારા સઘન પગલાં હાથ ધરાયા છે.

કોન્ટેક ટ્રેસિંગ કરીને સંપર્કમાં આવેલ લોકોને સમરસ ખાતે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કરકોલીયા વાળો પોઝિટિવ કેસ સુરતનું કનેક્શન હોવાનું જાણવા મળેલ જ્યારે લીલાપીર કેસમાં દાણાપીઠ ભાવનગર નું કનેક્શન હોવાનું ખુલવા પામેલ છે. જ્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાં ૩૫ થી વધુ કેસો નોંધાયા છે જેને લઈ ચિંતા પ્રસરી છે કાળમુખા કોરોનાનો અજગરી ભરડો લીધો છે અનલોકમાં કોરોના વકર્યો છે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.

અનલોક-૨ની શરૃઆત સાથે જ જિલ્લામાં કોરોના વાયરસના તાંડવથી ભારે ખળભળાટી મચી જવા પામી છે. આજે જિલ્લા ૨૫ જેટલા કેસો નોંધાયા છે જેથી લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે કોરોના રોકેટગતિએ આગળ ધપી રહ્યો છે લોકોએ ચેતી જવું જરૂરી છે.ખાસ કરીને સિહોર શહેરમાં અને તાલુકામાં વધતા જતા કેસોને લઈને બિન જરૂરી બહાર નીકળવાનું ટાળવું અતિ આવશ્યક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here