સિહોર શર્મા પાર્કમાં એક કેસ પોઝિટિવ, જિલ્લામાં ગઈકાલે ૩૮ કેસો બાદ આજે ૨૧ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા

જિલ્લામાં કોરોના આંકડો ૪૦૦ ને પાર, ભયજનક રીતે આંકડાઓ વધી રહ્યા છે જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં આજે એક કેસ શર્મા પાર્ક વિસ્તારમાં નોંધાયો છે ત્યારે સમગ્ર જિલ્લામાં ગઇકાલે કોરોનાને ૩૮ કેસો નોંધાયા બાદ આજે ૨૧ કેસો નોંધાયા છે જેને લઈ લોકોમાં ચિંતા પ્રસરી છે જિલ્લામાં આજે ૨૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૪૦૩ થવા પામી છે. ભાવનગરના વિજયરાજનગર ખાતે રહેતા ૩૨ વર્ષીય પિંકલ ગોયાણી, રસાલા કેમ્પ, શેરી નં.૮ ખાતે રહેતા ૭૦ વર્ષીય હરીમલભાઈ કુકરેજા, મોરડિયા સ્કુલ, નારી ખાતે રહેતા ૩૩ વર્ષીય શ્રધ્ધાબેન કોશીયા, નવા સીન્ધુનગર ખાતે રહેતા ૫૪ વર્ષીય ભગવાનભાઈ કુકરેજા, તિલકનગર ખાતે રહેતા ૨૯ વર્ષીય વંદનભાઈ વેજરીયા, તિલકનગરખાતે રહેતા ૨૮ વર્ષીય કાજલબેન વેજરીયા, નિર્મળનગર, ગોંડલીયાની વાડી ખાતે રહેતા ૫૪ વર્ષીય રાજેશભાઈ મકવાણા, મફતનગર, સુભાષનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય હિરાબેન ભરવાડીયા, સરીતા સોસાયટી ખાતે રહેતા ૩૩ વર્ષીય સંજયભાઈ રાઠોડ,

કુંભારવાડા સર્કલ ખાતે રહેતા ૩૩ વર્ષીય જીતેન્દ્રભાઈ મકવાણા, સિલ્વર બેલ્સ હોસ્ટેલ ખાતે રહેતા ૬૦ વર્ષીય હરેશભાઈ શુક્લ, બોરતળાવ, બેંક કોલોની ખાતે રહેતા ૪૬ વર્ષીય રામજીભાઈ ગોરડિયા, મહુવાના ભગવતી સોસાયટી ખાતે રહેતા ૫૯ વર્ષીય પ્રવિણભાઈ ગૌસ્વામી, મહુવાના જનતા પ્લોટ ખાતે રહેતા ૫૨ વર્ષીય શિલ્પાબેન મહેતા, મહુવાના બગદાણા ગામ ખાતે રહેતા ૨૬ વર્ષીય કિજલબેન ગૌસ્વામી, મહુવાના ભીષ્મનગર ખાતે રહેતા ૮૦ વર્ષીય દેવશીભાઈ ટાંક, મહુવાના ભીષ્મનગર ખાતે રહેતા ૫૪ વર્ષીય હરસુખભાઈ ટાંક, સિહોરના મારૂતીનગર ખાતે રહેતા ૩૨ વર્ષીય આરતીબેન રાઠોડ, સિહોરના કારકોલીયા ખાતે રહેતા ૨૪ વર્ષીય ભરતભાઈ ડાભી, સિહોરના લીલાપર ખાતે રહેતા ૪૫ વર્ષીય ઈકબાલભાઈ પઢીયાર અને સિહોરના લીલાપર ખાતે રહેતા ૧૬ વર્ષીય અમર પઢીયારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here