સિહોર શહેર ઉપરાંત તાલુકાના કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારોની મુલાકાત લઈને જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા

દેવરાજ બુધેલીયા
સિહોર સાથે જિલ્લામા કોરોના આગની જેમ પ્રસરી રહ્યો છે. કોરોના ના વધતા જતા કેસોને લઈને જિલ્લા વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે. સિહોરમાં તાલુકામાં પણ કોરોના પોઝિટિવનો આંકડો બિલ્લી પગે આગળ વધી રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે. સિહોરમાં કોરોનાનો મૃત્યુ આંક પણ વધુ છે ત્યારે જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાલુકાની મુલાકાત એ આવીને બંદોબસ્ત તેમજ પોલીસ વિભાગની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું.

ભાવનગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સિહોર શહેર સહિત જીથરી, રામધરી અને સોનગઢ વિસ્તારમાં કરાયેલ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લઈને કોરોના વાયરસ બાબતે પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપીને માર્ગદર્શન આપ્યું હતું. સિહોરમાં વધતા જતા કેસોને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિહોરની મુલાકાતે આવ્યા હતા ઉલ્લેખનીય છે ગઈકાલે ભાવનગરના ઉચ્ચ અધિકારીએ સિહોરની મુલાકાત લીધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here