ક્રિકેટ છાપરીમાં આવેલ શાકમાર્કેટમાં ફેરીયાઓને કોવિડ ગાઈડલાઈનની જાણકારી અપાઈ


હરેશ પવાર
સિહોર સહિત રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે. જેને લઈને તંત્ર પણ કામગીરી માં લાગી પડ્યું છે. ત્યારે સિહોર ક્રિકેટ છાપરીમાં આવેલ શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ની બેદરકારી શંખનાદને ધ્યાનમાં આવતા સિહોર પ્રશાસન ને ધ્યાન દોર્યું હતું.

જેને લઈને આજે સિહોર નગરપાલિકા અને પોલિસ વિભાગ દ્વારા શાકમાર્કેટ માં જઈને અહીંના ફેરિયાઓને કોરોના વાયરસની વિગતો આપી હતી અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સેનેતાઇઝર સહિતની કોરોના ગાઈડલાઇનની જાણકારી આપી હતી. અને સાથે તેમની તેમજ અહીં આવતા નગરજનોની સાવચેતી પણ માહિતગાર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here