શહેરના યુવાનો ભવિષ્ય માટેની તૈયારીઓ કરી શકે તેવું એક જ ગ્રાઉન્ડ અહીં છે, અહીં શાકમાર્કેટ અને બીજી તરફ ચારેબાજુ ગોબરવાડો લોકો ત્રાહિમામ છે, અહીં ઝૂંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે , તાકીદે બંધ કરાવો, શાકમાર્કેટ હતી ત્યાં જ જવા દયો

હરેશ પવાર
કોરોના પછી મોટાભાગનું સમયનું ચક્ર બદલાયું છે હાલ કોરોનાના કેસો નહિવત છે દેશ રાજ્ય કે સ્થાનિક શેત્રોમાં પણ સ્થિતિ સામાન્ય છે અને પૂર્વરત થઈ રહી છે સિહોરની જો વાત કરવામાં આવે તો કોરોના સમયે જુના સિહોરમાં રહેલ શાકમાર્કેટ સંક્રમણના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવવામાં આવી હતી જે ફેરબદલીને ખાસો સમય થઈ ગયો છે.

હાલમાં કોરાનાનો એક પણ કેસ ન હોવા છતા હજી સુધી ચાલુ રાખવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તેમજ ભાઇઓ તથા બહેનો આગામી પોલીસ ભરતી તેમજ આર્મીની ભરતીની તૈયારી કરતા હોય અને સિહોરમાં આ એક માત્ર ગ્રાઉન્ડ એવુ છે કે જયાં આ લોકો પોતાના ભવિષ્યની તૈયારી કરે છે તેમજ રમત – ગમત પ્રેમી મિત્રો ક્રીકેટ રમતા હોય છે.

ત્યાં અત્યારે રહેલ શાક માર્કેટના હિસાબે થતી ભીડ અને ટ્રાફીક અને રખડતા ઢોર અને શાકભાજીનો વધતો કચરો આખા ગ્રાઉન્ડમાં વેરવિખેર કરતા હોવાથી ખુબજ તકલીફનો સામનો કરવો પડે છે તેમજ ગ્રાઉન્ડની આજુબાજુમાં ચાલતા કન્સ્ટ્રકશનો વધેલો માલસામાન ગ્રાઉન્ડમાં પડયો રહેતો હોય છે જે પણ રનીંગ તેમજ વોકીંગ કરવામાં દુવિધા ઉભી કરે છે.

ગ્રાઉન્ડની બાજુમાં રહેલ ઝુપડ પટી વિસ્તારના લોકો ગ્રાઉન્ડમાં જાહેરમાં શૌચક્રિયાનો ઉપયોગ કરે છે અને ગંદકી ઉભી કરે છે તેમજ આ ઝુપડપટ્ટી વિસ્તારમાં બુટલેગર લોકો ખુલ્લેઆમ દારૂને વેચાણ કરે છે વહેલી તકે આ ન્યુસન્સ અહિંથી દુર થાય અને લોકો આ ગ્રાઉન્ડનો યોગ્ય ઉપયોગ કરી શકે અને પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે તે માટે રજૂઆતો થઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here