સિહોરના ક્રિકેટ છાપરી મેદાનમાં સરકારી પરીક્ષાની તૈયારીઓ કરવા મેદાન ખાલી કરવા યુવાનોની રજુઆત

યુવાનોના ભવિષ્યનું કોઈ વિચારે તો સારૂ : જોકે નગરપાલિકા પ્રમુખે રવિવાર સુધીનો સમય આપ્યો છે સોમવારે ગ્રાઉન્ડ ખાલી દેવાના આદેશો કરી દેવાયા છે

હરિશ પવાર
સિહોર ક્રિકેટ છાપરી મેદાનનો વિવાદ હવે સચિવાલય સુધી ગુંજે તો ના નહિ. સરકાર દ્વારા હવે પોલીસ અને આર્મીની પ્રેક્ટિલ પરીક્ષાઓ નજીકમાં આવી રહી છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના આશાસ્પદ યુવાનો માટે રૂપિયા ખર્ચીને મોંઘા મેદાનોમાં તૈયારી કરવા માટે જઈ શકે તેમ નથી તેમના સિહોર ક્રિકેટ છાપરીનું મેદાન એકમાત્ર વિકલ્પ છે જે વર્ષો વર્ષ થી ઉપયોગમાં લેતા આવ્યા છે. ત્યારે કોરોના તો ગયો પણ એનું ગ્રહણ શાકમાર્કેટ ના રૂપમાં આ આશાસ્પદ યુવાનોના ભાવીને ગ્રસી રહ્યું છે.

ત્યારે ગઈકાલે શાકભાજી વાળાની રજુઆત બાદ આજે આશાસ્પદ યુવાનો એક આશા સાથે પોતાના ન્યાય માટે તંત્ર પાસે રજુઆત કરવા પહોંચી ગયા હતા. તેમને શાકમાર્કેટ ને ખાલી કરી પોતાની મૂળ જગ્યાએ જાય તેવા આદેશ આપવામાં તેમજ યુવાનોના ભાવિ ઘડતર માટે તંત્ર તેમજ શાકભાજી વાળા સહકાર પૂરો પાડે તેવી નમ્ર અરજ સાથે રજુઆત કરી હતી. ત્યારે જોવાનું રહ્યું કે રવિવાર ના દિવસે પ્રમુખ પોતાનો મક્કમ નિર્ણય કોના તરફી જણાવે છે તેના પર સૌની નજર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here