સ્વ આશિષ મવારીયાની સ્મૃતિ રૂપે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ત્રણ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં ૧૬ ટીમોએ ભાગ લીધો નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ, શંખનાદ સંચાલક લોકનેતા મિલન કુવાડિયા, નગરસેવક અલ્પેશ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતતિમાં ટુર્નામેન્ટનો શુભારંભ થયો

બ્રિજેશ ગોસ્વામી
સિહોરના ક્રિકેટ ખાતે બે વર્ષ બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે સિહોરના આઈશ્રી ગૃપ આયોજિત સ્વ આશિષ મવારીયાની સ્મૃતિ રૂપે ડે ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રારંભે શહેરના પ્રથમ નાગરિક વિક્રમભાઇ નકુમ, શંખનાદ સંચાલક લોકનેતા મિલન કુવાડિયા, નગરસેવક નગરપાલિકા ચેરમન અલ્પેશ ત્રિવેદી, રઘાભા ગોહિલ, રાજેશ નિર્મણ, શૈલેશ મહેતા,
વિશેષ હાજર રહ્યા હતા મહાનુભાવો અને ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં સ્વ આશિષ મવારીયાને શ્રદ્ધાંજલિ પાઠવી વિધિવત રીબીન કાપી ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો.

કોરોના કાળના બે વર્ષ બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતા ક્રિકેટ પ્રેમીમાં હર્ષની લાગણી છવાઈ છે સિહોરના આઈશ્રી ગૃપ આયોજિત સ્વ આશિષ મવારીયાની સ્મૃતિ રૂપે ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૬ ટીમોએ ભાગ લીધો છે ત્રણ દિવસ આ ટુર્નામેન્ટ ચાલનાર છે ભાગ લેનાર તમામ ટિમો ખિલાડીઓને ઇનામ રૂપી પ્રોત્સાહિત કરવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈએ જણાવ્યું હતું કે કોરોના બાદ આજે પ્રથમ વખત ટુર્નામેન્ટ સિહોરમાં યોજાઈ રહી છે તેનો રાજીપો છે.

ખેલદિલીથી ક્રિકેટ મેચ રમી સારું એવું કૌશલ્ય બતાવી આગળ વધો તેમ તેઓએ જણાવી ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છા પાઠવી હતી અહીં વિશેષ ઉપસ્થિત મિલન કુવાડિયાએ સ્વ આશિષને મવારીયાને શબ્દ રૂપી શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે ક્રિકેટ મેચમાં હાર જીત ગમે તે ટીમની થાય પણ ક્રિકેટની જીત થાય તેવી રમત રમી આ રમત ગમતના જે હેતુ છે તે પાર પડે તેમ જણાવી ઉપસ્થિત ખિલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા ઉલ્લેખનીય છે કે અહીં ટુર્નામેન્ટમાં અલગ અલગ ૧૬ ટીમોએ ભાગ લીધો છે અને ત્રણ દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલનાર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here