બપોરના સમયે બનેલી ઘટનામાં પતિ પત્ની મોતને ભેટ્યા, કાળમુખા ડમ્પરે દંપતીને હડફેટ લીધો, ઘટનાને લઈ ઘોડા સમય માટે હાઈવેની રફતારો થંભી ગઈ, પંથકમાં ઘેરો શોક
હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર દાદાનીવાવ વિસ્તારમાં આજે બપોરના સુમારે એક ડમ્પર બાઈક પર સવાર દંપતીને હડફેટ લેતા પતિ પત્ની બન્નેની હાલત ગંભીર થઈ હતી અને જેનું સારવાર દરમિયાન બન્ને મોતને ભેટ્યા છે સિહોર અને આજુબાજુ વિસ્તારમાંથી પસાર થતા હાઇવે પર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી છેલ્લા થોડા દિવસોથી અકસ્માતના બનાવોથી લોકોમાં એક પ્રકારના ભયની લાગણી ઉભી થઇ છે આજે બપોરના સુમારે શહેરના દાદાનીવાવ વિસ્તારમાં રાબેતા મુજબ જનજીવન શરૂ હતું.
હાઇવે પર વાહનોની રફતાર જોવા મળી રહી હતી પરંતુ આ બધી રફતારથી તેજ એક ડમ્પર માતેલા સાંઢ જેવી ગતિએ અહીંથી પસાર થતા લોકોની રફતાર થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી અને થોડા મિનિટોમાં આખાઈ શહેરમાં એક વાત પ્રસરી ગઈ કે એક કાળમુખા ડમ્પરે બાઈકમાં રહેક એક દંપતીનો ભોગ લઈ લીધો છે અને ડમ્પરના પૈડાં એક પતિ પત્ની પર ફરી વળ્યાં છે ઘટનાના પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ બન્ને પતિ પત્ની મોતને ભેટ્યા હોઈ.
તેવું સ્થાનિક લોકો માની રહ્યા હતા જાગૃત નાગરિકો દ્વારા પોલીસ અને ૧૦૮ નો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી બનાવમાં ૧૦૮ દ્વારા દંપતીને પ્રથમ સારવાર માટે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ જ્યાં બન્નેનું સારવાર દરમિયાન મોત થયું છે ત્યારે સિહોર અને પંથકમાં થોડા દિવસોથી શરૂ થયેલી અકસ્માતની ઘટનાઓ કયારે અટકશે એ ચિંતા લોકોના મનમાં સતાવી રહી છે ત્યારે હાઇવે પર બેફામ બની પસાર થતા વાહનોની રોક પણ અતિ જરૂરી છે ઘટનામાં મોતને ભેટેલ પતિ પત્ની બંને ઉંડવી ગામના હોવાનું સૂત્રો કહે છે.