સિહોર દાદાનીવાવ પાસે અકસ્માત : ૧ નું મોત

દેવરાજ બુધેલીયા
સિહોરના દાદાની વાવ પાસે આવેલ પ્રકાશ રોલિંગ મિલ પાસે આજે વહેલી સવારના અરસામાં કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલકને ટક્કર મારીને નાસી છુટ્યો હતો બનાવનો ભોગ બનનાર મહેશ કાજી જે પાત્રા રોલીંગ મીલમાં મજૂરી કામ કરે છે પોતાની હીરોહોન્ડા મોટરસાઈકલ લઈને કોઈ કામ માટે આવી રહ્યા હતા ત્યારે પાછળ ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા મનોજ તિવારીને ગંભીર ઇજા થયેલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત નીપજયું હતું સિહોર પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મરનાર મહેશ કાજી રહેવાનું યુપી બિહાર સિહોર પાતરા રોલિંગ મિલ ખાતે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here