સરકારના વિવિધ તંત્રના અધિકારીઓની ઉપસ્થિતીમાં મોટા પ્રમાણમાં સાગવાડી ગામે દારૂનો નાશ કરાયો

હરેશ પવાર
સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ દારૂ બીયરના જથ્થાનો મોટા પ્રમાણમાં નાશ કરવામાં આવ્યો છે સાગવાડી ગામની સીમમાં સિહોર મથકના પોલીસ સ્ટેશનમાંથી દારૂ,બીયરનો જથ્થો લાવી છેલ્લા સમયના વર્ષમાં પકડાયેલ લાખ્ખો રૂપિયાનો દારૂ અને બીયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સિહોર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા વર્ષોમાં જુદા જુદા સ્થળો એથી કેટલાક ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂની હજારોની સંખ્યામાં બોટલો જેની કિંમત અંદાજે લાખ્ખો રૂપિયા થવા પામેં છે.

ઉચ્ચ અધિકારીઓની નિગરાની હેઠળ સાગવાડી ખાતે લઈ જઇ તેની ઉપર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સમયે સિહોર વહીવટી તંત્ર, પોલીસતંત્ર અને અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થતિમાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો અહીં સિહોર નાયબ કલેકટર રાજેશ ચૌહાણ, પાલીતાણા ડીવાયએસપી સૈયદ, સિહોર મામલતદાર નિનામાં, સિહોર પીઆઇ કે ડી ગોહિલ, મહિલા પોલીસ અધિકારી જે બી પરમાર સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here