કોરોના ની મહામારીમાં જેની ખાસ જરૂર છે એવી ઇમરજન્સી વાહન ધૂળમાં

હરેશ પવાર
સિહોરમાં નબળું રાજકારણનો ભોગ પ્રજાજનો આજ દિવસ સુધી બનતી આવી છે. જેમાં વધુ એક શબવાહીની મૃત પ્રાય હાલતમાં જોવા મળી છે. જેમાં સિહોર એ પી એમ સી સિહોર વર્ષ ૨૦૧૬/૧૭ ના રોજ ભાવનગર ૧૫ના લોકસભા ના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળની ગ્રાન્ટ માં થી શબવાહિની ફાળવવા માં આવી હતી પરંતુ સિહોર માર્કેટ યાર્ડ ના તત્કાલીન પ્રમુખ અને ભાવનગર ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા જહેમત થી આ શબવાહિની ફાળવવા માં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિહોર એ,પી,એમ,સી,માં રાજકીય પક્ષો ના રાજકરણ ને લઈ હાલ ની પરિસ્થિતિ માં આ શબવાહિની કોઈ ધણી ધનીયાત વગર નું જે સિહોર સરકારી હોસ્પિટલમાં આ ઇમરજન્સી વાહન ધૂળ ખાઈ રહ્યું છે.

અને ભાવનગર રજીસ્ટાર ના હસ્તગત વહીવટી તંત્ર કરતુ હોય પરંતુ છેલ્લા ઘણા સમય થી આ શબવાહિની ના ડ્રાઈવર નો ૮ થી ૯ માસ નો પગાર થી વંચિત છે.ત્યારે હાલ જિલ્લા માં કોરોનાં મહામારી માં ઇમરજન્સી વાહનો પણ નથી મળતા ત્યારે સિહોર સરકારી હોસ્પિટલ ના ખૂણા માં કોઈ ધણી ધનિયાત વગર ની નવી નકોર લખો રૂપિયા ના ખર્ચેશબવાહિની ધૂળ ખાઈ રહી છે ત્યારે આ શબવાહિની સિહોર સરકારી હોસ્પિટલ અથવા નગરપાલિકા ને તાત્કાલિક હાલ ની મારામારી માં આ સેવાકીય ઉપયોગ માં લઇ શકાય તે માટે તંત્ર ના જવાબદાર અધિકારી દ્વારા નિર્ણય લેવા લોક માંગ વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here