સિહોર ટાવરચોકમાં ડીમોલેશન મામલે અગ્રણી ધુંઆપુઆ : તંત્ર સામે રોષ ઠાલવ્યો

હરિશ પવાર
જ્યાં પોચુ ભાળે ત્યાં વધુ દબાવે આ વર્ષોથી ચાલ્યું આવે છે અને તંત્ર પણ આજ સિદ્ધાંત ઉપર કામ કરે છે નબળો કે મજબૂર માણસ હશે એને દબાવી દબાવી મારશે જ્યાં મોટા માથા ખેસ વાળા હશે ત્યાં જઈ જી હજૂરી કરશે.સિહોરના ટાવર ચોકમાં સર્કલ બનાવવાના નામે ગરીબ માણસોના ધંધા ઉપર જેસીબી ફેરવી નાખતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજી સરવૈયા સ્થળ ઉપર ગઇકાલે પહોચ્યા હતા અને તેમને પોતાનો બળાપો કાઢતા કહ્યું હતું કે તંત્રને હંમેશા ડીમોલેશન માટે ગરીબ માણસો જ દેખાય છે કેમ કે સિહોરના ભાવનગર રોડ ઉપર આવેલ સર્વોત્તમ ડેરીની બહાર તેનું અમૂલ પાર્લર આવેલ છે જેનો ઓટલો ગેરકાયદેસર દબાણમાં છે.

જેની રજુઆત તંત્રના લાગતા વળગતા તમામ વિભાગોને લેખિતમાં અનેકવાર કરી છે છતાં હજુ સુધી તંત્ર દ્વારા સર્વોત્તમ ડેરીના પાર્લર સામે આંખ સુદ્ધા ઉંચી નથી કરાઈ તો શા માટે તંત્ર ત્યાં ડીમોલેશન કરવા માટે ખચકાય છે એમના કયા આકાઓ ની તંત્રના અધિકારીને શરમ આડી આવે છે. જો ગરીબ માણસોના ધંધા તમને દબાણો લાગતા હોય ને ત્યાં જેસીબી ફરતા હોય તો આવા મોટા માથાઓના દબાણો પણ એકાદ વાર પાડીને દેખાડજો જીવનમાં બેદાગ નોકરી કરી હોય તો. સમગ્ર મામલે જોઈએ તો સિહોર નહિ પણ ભાવનગર હોય કે રાજ્યમાં કોઈ અન્ય જગ્યા જ્યાં મોટા માથાઓ સરકારી જગ્યાઓ દાબીને બેઠા છે એ દિશામાં તંત્રના જેસીબીથી નજર પણ નથી કરાતી કારણ કે મરો હંમેશા નાના માણસ નો જ હોય છે તે હકીકત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here