24 કલાકમાં હતી તે સ્થિતિ કરવાના આદેશ બાદ મામલો હાઇકોર્ટેમાં, તોડી પડાયેલ ભાગને યથાવત સ્થિતિ કરવાના આદેશ હતા, નગરપાલિકા દ્વારા હાઇકોર્ટેમાં પિટિશન, સોમવારે સુનાવણી

દેવરાજ બુધેલિયા
સિહોર શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલા કબ્રસ્તાન ડીમોલેશન મામલે હવે કાનૂની જંગ ખેલાયો છે વકફ ટ્રીબ્યુનલ બોર્ડ દ્વારા ૨૪ કલાકમાં હતી તે સ્થિતિ કરી આપવાના આદેશ બાદ નગરપાલિકા દ્વારા હુકમ સામે હાઇકોર્ટે સુધી પોહચ્યું છે અને જે મામલે સોમવારે સુનવણી થશે તેવી જાણકારી મળી રહી છે સિહોર બસ સ્ટેન્ડ સામેના ભાગે આવેલ મેમણ જમાતના કબ્રસ્તાન અને નગરપાલિકાની નવી ઓફિસના પાછળના ભાગે કબ્રસ્તાન અને ઓફિસ વચ્ચે જુનો માર્ગ બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો આવ્યો છે થોડા દિવસ પુર્વે દબાણ હટાવવા ડિમોલેશન હાથ ધર્યુ હતુ જેને લઈ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

જોકે સમગ્ર વિવાદમાં નવો વળાંક આવ્યો છે. નગરપાલિકા દ્વારા કબ્રસ્તાનના દબાણને તોડી પડાયા બાદ વકફ બોર્ડ દ્વારા 24 કલાકમાં આ કબ્રસ્તાનના તોડી પડાયેલા ભાગને યથાવત કરી આપવા સિહોર નગરપાલિકાને હુકમ કરેલ છે અને તેમ ન થાય તો કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ આ રીપેરીંગ કામ કરી તેનો ખર્ચ સિહોર નગરપાલિકા પાસેથી મેળવશે. આ ચુકાદા સામે સિહોર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવેલ છે અને સમગ્ર મામલે સોમવારે સુનવણી હોવાનું જાણવા મળ્યું છે બન્ને પક્ષે કાનૂની જંગ છેડાતા સમગ્ર ઘટના શહેરભરમાં ટોક ધ ટાઉન સાથે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here