મચ્છરજન્ય રોગચાળોએ માથું ઊંચક્યું, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, ઓપીડીમાં અસંખ્ય દર્દીઓનો વધારો, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

હરિશ પવાર
વરસાદી સિઝન વચ્ચે સમગ્ર સિહોર અને પંથકમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની એટલી ભીડ એકઠી થઈ રહી છે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જામી છે.

સિહોરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતાં દવાખાનાની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ છે. આટલું જ નહીં, રોગચાળાને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવાના તાકીદે પગલાં લીધા છે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.શહેરની સરકારી હોસ્પિટલ ઓપીડી દર્દીઓથી ઉભરાઈ છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

ખાસ ચિંતાની વાત એ છે કે, બાળકો પણ મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યાં છે ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે સઘન પગલાં લીધા છે તો બીજી તરફ શહેરમાં રોગચાળાને ફેલાતો અટકાવવા માટે નગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here