જે તે વિસ્તારોની સમસ્યાઓ જોવા પોતે જ પહોંચી જાય છે સ્થળ ઉપર

શાળામાં અપાતા ભોજનમાં સેજ પણ ગુણવત્તા કે સ્વચ્છતા માં બાંધછોડ ન કરવા કડક સૂચના

દેવરાજ બુધેલીયા
સરકારી કર્મચારીઓ જેમાં ખાસ કરીને મોટા હોદ્દાઓ ઉપર બેઠેલા હોય એમાં પ્રજાભિમુખ હોય તેવા તો ભાગ્યેજ જોવા મળતા હોય છે. જેમાં સિહોરના ભાગે આવા કર્મચારી એટલે કે જેમનું કામ જ એમની મોટી ઓળખાણ થઈ ગઈ છે તેવા પ્રાંત અધિકારી શ્રી ગોકલાણી જેમને સિહોરમાં ચાર્જ સંભાળતા જ પોતાની કામગીરી નો પરિચય આપી દીધો હતો. પ્રાંત અધિકારી દ્વારા તેમના પ્રાંત વિસ્તારની નાના માં નાની સમસ્યાઓ ઉપર પણ પોતે ધ્યાન આપીને લોકોને કોઈ અગવડ ના પડે તે માટે સતત કાર્યશીલ રહીને કામ કરે છે.

તેમની આ કામગીરી ને લઈને તંત્ર પણ સાબદુ થઈને કામગીરી માં ધ્યાન આપતું થઈ ગયું છે. હાલમાં તેઓ પ્રાથમિક શાળામાં આપતાં મધ્યાન ભોજન ઉપર અચાનક જ કોઈ પણ શાળામાં પોતાની ટિમ સાથે પહોંચી જઈને પોતે ભોજન ની ચકાસણી કરે છે. આજે ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં મુલાકાત લઈને ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસી હતી. આ સાથે જ તેમને ભોજનમાં કોઈ પણ રીતની સ્વચ્છતા અને ગુણવત્તા માં બાંધછોડ નહિ કરવા કડક સૂચના પણ આપી હતી.

હવે વિચારો પ્રાંત અધિકારી એટલે એમના વિસ્તારમાં આવતા પ્રાંત ના તેઓ વડા અધિકારી કહેવાય. જ્યારે આવા કાર્યશીલ પ્રજાભિમુખ અધિકારી આવીને ખુરશીએ બેસે એટલે પ્રજા માટે સુખના દિવસો કહેવાય તેમાં ના નહિ. તેમની કામગીરી ના ગામડાના માણસ સુધી વખાણ સાંભળવા મળે છે. અધિકારી તેના હોદા થઇ નહિ પણ કામથી વધુ ઓળખાય છે તેનો ઉત્કૃષ્ટ દાખલો છે શ્રી ગોકલાણી સાહેબ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here