દેવગાણા ગામેથી નકલી તબીબ ઝડપાયો, પોલીસને તેની પાસેથી ૩૨ હજારના મુદ્દામાલમાં અલગ અલગ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન ઉપરાંત મેડિકલ સાધનો મળ્યા

હરેશ પવાર
સિહોરના દેવગાણા ગામે અનિલ બારૈયા નામના વ્યક્તિ પાસે ડીગ્રી નહિ હોવા છતાં દવાખાનું ખોલીને કોરોના મહામારીમાં ધોમ-ધોકાર વેપલો શરૂ કરી દેતા આખરે પોલીસના રંગે હાથ ઝડપાઇ ગયો છે સિહોર શહેર અને પંથકમાં કોરોનાની મહામારી વચ્ચે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે આરોગ્ય ટિમો દ્વારા તપાસ કરવામાં આવેતો અનિલ બારૈયા જેવા નકલી તબીબો મળી આવે તેવી શંકાઓ થઈ રહી છે સિહોરના દેવગાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો ભાવનગર એસઓજી ટિમ દ્વારા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલા અનિલ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી પોલીસને તેની પાસેથી ૩૨ હજારનો મુદ્દામાલ મળ્યો છે.

જેમાં અલગ અલગ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન ઉપરાંત મેડિકલ સાધનો પણ મળ્યા છે સિહોરના દેવગાણા ગામે ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ અનીલ બારૈયા ઉ.વ.૨૫ રહેવાસી દેવગાણા જુની સુતારવાડી જેઓ દેવગાણા કેન્દ્રવર્તી શાળા પાસે આવેલ તેના દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૩૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે કામગીરીમાં જગદીશભાઇ મારૂ, હરેશભાઇ ઉલવા, હારીતસિંહ ચૌહાણ, દિલીપભાઇ ખાચર, સહિત ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here