13 વર્ષના હર્ષ દવે ફાઇનલ સુધી પોહચવામાં એક કદમ દૂર, હાલ હર્ષ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે

મિલન કુવાડિયા
ભારતની નેશન રમત આમતો હોકી છે પરંતુ રમત ગમત ક્ષેત્રે ક્રિકેટ વધુ લોકપ્રિય ખેલ બની ચુક્યો છે જોકે ભાવનગર જિલ્લામાં ટેબલ ટેનિસ રમતમાં પણ સારું એવું પ્રભુત્વ ધરાવતા ખેલાડીઓ જોવા મળે છે, ટેબલ ટેનિસ જેવી રમતમાં પોતાની આગવી છાપ ધરાવતો જુનિયર હર્ષ દવે ટેબલ ટેનિસમાં હવે ધીરે ધીરે પોતાની કારકિર્દી આગળ ધપાવી રહ્યો છે ત્યારે ભાવનગરના ઈતિહાસમાં પહેલીવાર ટેનિસ રમતમાં ૧૩ વર્ષના હર્ષ દવેએ ભોપાલ ખાતે ચાલી રહેલી એ.આઈ.ટી.એ – યુ – ૧૬ નેશનલ રેન્કીગ ટુનામેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

સિહોરના દેવગાણાનો વતની હર્ષ દવે ફાઈનલમાં પણ ભાવનગર ને ગૌરવ અપાવશે. આ સમગ્ર સફળતાનો શ્રેય ટેનિસ એકેડમીના કોચ શ્રી સૌરભ મિશ્રા,વિબાસ ગોહિલ,ગોરળ રાઠોડ તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષ નાં તૃપ્તીમેડમ અને સરદાર પટેલ સ્કુલ તથા પોતાના માતા પિતાને આપે છે હર્ષ દવેએ નાની ઉંમર ટેબલ ટેનિસ માં પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી જેઓ હાલ રાષ્ટ્રીય લેવલે પોતાનું સારૂ પ્રદર્શન કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here