મોટી સંખ્યામાં પહોંચી લોકોએ દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી

સંદીપ રાઠોડ
માંભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા ૧૭ વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણાના જુવાનસિંહ માવસંગભાઈ ચૌહાણ દેવગાણા પહોંચતા ગ્રામજનોએ મોડાસામાં મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. નિવૃત આર્મી જવાન માદરે વતન દેવગાણા ગામે આવી પહોંચતા તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત આર્મી જવાન જુવાનસિંહ ચૌહાણના સ્વાગત સમારોહમાં અગ્રણીઓએ નિવૃત્ત આર્મી જવાન જુવાનસિંહ માવસંગભાઈ ચૌહાણનું ગ્રામજનો અને આગેવાનોએ ફૂલહાર કરીને અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું.

ગામના સૌ આગેવાનો-પરિવારજનોએ પણ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. તેમની દેશ સેવાઓને બિરદાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગમાં સમગ્ર ગામ હિલોળે ચડ્યું હતું. ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. નિવૃત્ત આર્મી જવાન જુવાનસિંહ ચૌહાણ સ્વાગત સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું આ જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને સેવામાં જોડાવા આહવાન કરું છું.આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું ભવ્ય સવાગત-સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો, યુવાનો,સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here