ટાવર ચોક બાદ તંત્રએ વડીયા અને ઘાંઘળી રોડનો પાટો લીધો, ડીમોલેશન સમયે રાજકીય આગેવાનો દોડી ગયા, એક સમયે મામલો ગરમાયો હતો

દેવરાજ બુધેલીયા : બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના તંત્ર દ્વારા ટાવર ચોકમાં તાલુકા પંચાયત કચેરીની દિવાલે થયેલા મસમોટા દબાણો હટાવ્યા બાદ આજે તંત્રએ ટાવર ચોકથી વડીયા ઘાંઘળી રોડ જીઆઇડીસી વિસ્તારનો પાટો લઈને રાઉન્ડ લીધો છે અને ગેરકાયદેસર થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે કાર્યવાહીના એક સમયે મામલો ગરમાં-ગરમીનો બન્યો હતો સિહોરના તંત્ર દ્વારા છેલ્લા દિવસોથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

સિહોરના ટાવર વિસ્તારમાં આવેલ તાલુકા પંચાયત કચેરીની દીવાલે ચા કીટલીઓના થયેલા મસમોટા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું અને આખે આખા સ્ટોલ સરકારની જગ્યામાં ઉભા કરી દેવાયા હતા અગાઉ તંત્રએ થોડા સમય પહેલા દબાણકર્તાઓને સૂચનાઓ આપીને થયેલા દબાણો હટાવી લેવાની તાકીદ કરવામાં આવી હતી અને બાદમાં થોડા દિવસો પહેલા ટાવર ચોકમાં ડીમોલેશન કર્યા બાદ વડીયા ઘાંઘળી રોડ પર દબાણો નહિ હટતા.

આજે ફરી સિહોરના ડેપ્યુટી કલકેટર રાજેશ ચૌહાણ અને સમગ્ર તંત્ર ઘાંઘળી વડીયા રોડે દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું ગેરકાયદેસર દબાણોમાં બુલડોઝર ફેરવી દેવાતા લોકોના ટોળા એકઠા થયા હતા દબાણ કામગીરીમાં એક સમયે મામલો ઉગ્ર બન્યો હતો અને રાજકીય આગેવાનો દોડી ગયા હતા સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here