સિહોરના ઢાંકણકુંડા ગામના ગરીબ દલિત પરિવારને આંબેડકર આવાસ યોજનામાંથી મકાન મળ્યું, પરિવાર રાજીનો રેડ
દેવરાજ બુધેલીયા
સિહોરના ઢાંકણકુંડા ગામનો એક ગરીબ દલિત પરિવાર વર્ષોથી બેસહારા હતો પરિવારને રહેવા માટેનો આશરો મકાન પણ પોતાનું ન હતું કુદરતના પણ અજીબ પ્રકારના નિયમો છે જે ગરીબ છે એમના નસીબ અને કિસ્મત પણ ગરીબ છે સિહોરના ઢાંકણકુંડા રહેતા મુકેશભાઈ દલિત કે પોતાના પાસે રહેવા માટે ઘરનું મકાન પણ ન હતું પરિવાર ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે પોતાનું મકાન બનાવવા માટે મુકેશભાઈએ આંબેડકર આવાસ યોજના હેઠળ સરકારી કચેરીઓમાં પોતાનું ઘર બનાવવા છેલ્લા છ વર્ષથી ધક્કાઓ ખાઈ રહ્યા હતા આ ગરીબ પરિવારના મુકેશભાઈને સરકારી કચેરીઓમાં ઉડાવ જવાબો મળતા હતા અને અધિકારીઓ ગલ્લા તલ્લા કરતા હતા.
તે સરસમાં મુકેશભાઈને ગુજરાત સફાઈ કામદાર નિગમ મદદનિશ જીલ્લા મેનેજર બાબુભાઈ રાઠોડ તથા અનુસુચિત જાતી સમાજ કલ્યાણ વિભાગ કચેરીના મહેશભાઈ પરમારનો ભેટો થયો અને પોતે બેસહારા છે પોતાને ઘરનું મકાન ન હોવાની વેદનાઓ રજૂ કરી ત્યારે બાબુભાઈ અને મહેશભાઈ બેસહારા મુકેશભાઈ વેદનાઓ સમજી યોગ્ય માર્ગદર્શન આપીને ઢાંકણકુંડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રીનાબેન ગોહિલના સહયોગથી હાલ ઘરવિહોળા મુકેશભાઈનું મકાન આંબેડકર આવાસ યોજના હેઠળ પાસ થયું છે હાલ ઢાંકણકુંડા ગામે મકાનનું કામ શરૂ છે બેસહારા દરદર ભટકતા પરિવારને અધિકારીની ઈચ્છાશક્તિથી ઘર ઘર નું પ્રાપ્ત થયું છે ત્યારે મુકેશભાઈ મીડિયા સામે આભારની લાગણી વ્યક્ત કરી હતી.