ચાલક સહિત બે શખ્સોએ ફિલ્મી ઢબ્બે કાર દીવાલ સાથે અથડાવી ફરાર, આરઆરસેલ અને ઉમરાળા પોલીસની સંયુક્ત કામગીરી, વિદેશી દારૂ કાર સાથે મળી ૪ ૦૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો, ફરાર શખ્સને ઝડપી પાડવા ગતિવિધિ તેજ

હરીશ પવાર
સિહોર નજીક આવેલ ધારૂકા ગામેથી વિદેશી દારૂનો જથ્થા ભરેલી સ્કોર્પિયો કાર આરઆરસે અને ઉમરાળા પોલીસે ઝડપી લીધી હતી. જો કેસ્કોર્પિયોમાં રહેલા બે શખ્સો પોલીસથી બચવા કારને હંકારી મુકવાનો પ્રયત્ન કરતા કાર દિવાલ સાથે ઘડાકાભેર અથડાઇ હતી. પોલીસે કુલ રૂપિયા ૪,૦૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છુટેલા બે શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી ઉમરાળા પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રી પેટ્રાેલિંગમાં રહેલા આરઆરસેલ અને ઉમરાળા પોલીસ કાફલાએ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામમાં પ્રવેશી રહેલી સ્કોર્પિયો નંબર આર.જે. ૨ એ.યુ. ૩૦૦૮ ને અટકાવવાનો પ્રયત્ન કરતા કારના ચાલકે કારને હંકારી મુકવાનો પ્રયાસ કરતા કાર કરશનભાઇ મોહનભાઇ મુંજાણી નામના રહીશના મકાનની દિવાલ સાથે કાર અથડાતા કાર ચાલક સહિતના બે શખ્સો કારમાંથી કુદી નાસી છૂટ્યા હતા.દરમ્યાનમાં પોલીસે કારની તલાશી લેતા વિદેશી દારૂની ૩૬૦ બોટલ કિં.રૂા.૧,૦૮,૦૦૦ની મળી આવતા કાર મળી કુલ રૂા.૪,૦૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છુટેલા બન્ને અજાણ્યા શખ્સો વિરોધ પ્રાેહિબીશન હેઠળ ગુનો નાેંધી ઉમરાળા પોલીસ મથકના પોસઇ પઢીયાર બન્નેને ઝડપી તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here