એક શિક્ષક એક વૃક્ષના સૂત્ર સાથે સિહોરના ઢુંઢસર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ગૌતમ જાદવ
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ પ્રાથમિક સંવર્ગ ની વર્ષગાંઠ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સિહોર તાલુકામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પ્રાથમિક સંવર્ગ દ્વારા એક વર્ષ પૂર્ણ થતા પહેલી વર્ષગાંઠ નિમિતે ૧૪મી ઓગસ્ટના રોજ ઢુંઢસર માધ્યમિક શાળાના પ્રાગણમાં એક શિક્ષક એક વૃક્ષ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં દરેક શિક્ષક દ્વારા એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી લેવામાં આવેલ આ કાર્યક્રમમાં પર્યાવરણ અને વૃક્ષના જતનની સમજ આપવામાં આવી હતી જેમાં માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય આર આર ભટ્ટ સાહેબ , દિનેશભાઇ બારિયા , જીજ્ઞેશભાઈ રાઠોડ , સતિષભાઈ જાગાણી , દિનેશભાઇ ચારણિયા પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઇ ચભાડિયા , ઘનશ્યામભાઈ , ગોપાલભાઈ , વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરેલ ઉપસ્થિત દરેક શિક્ષક દ્વારા પોતાના રોપવામાં આવેલ વૃક્ષનું જતન કરવાની જવાબદારી લીધેલ.આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ પ્રાથમિક સંવર્ગ – ગુજરાત ના સૌરાષ્ટ્ર વિભાગના મંત્રી મહેશભાઈ મોરી ના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ પ્રાથમિક સંવર્ગ સિહોર ના સંયોજક દીપભાઈ ચુડાસમાં કરેલ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here