સગાઇ તુટી જતા સિહોરનાં યુવકે દિહોરની યુવતિ પર કર્યેા હુમલો

શંખનાદ કાર્યાલય
સગાઇ તુટી જતા સિહોરનાં યુવકે દિહોરની યુવતિ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે તળાજાના દિહોર ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેત મજૂર પરિવારની યુવતી સાથે સિહોરના યુવકની સગાઈ કરવામાં આવી હતી જે તૂટી જતા યુવકે દિહોર ગામે આવી યુવતી પર હુમલો કરી નાસી ગયો હતો. તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સિહોર ગામના ઉમેશ ધીરૂભાઇ મકવાણાની સગાઈ તળાજાના દિહોર ગામે રહેતા ખેત મજૂર પરિવારમાં થઈ હતી. એ સગાઈ તૂટી જતા તા.૧૦ની રાત્રી દરમિયાન યુવતી ઝૂંપડામાં સૂતી હોય ત્યાં લોખંડનો પાઇપ ટોમી લઈ આવી યુવતીને કપાળના ભાગે મારી ઇજા કરેલ. પછાડી દઈ ઈજાઓ કરેલ. યુવતીના પરિવાર જનોભાગી જતા ફરાર થઈ ગયેલ. ઇજાગ્રસ્ત યુવતીને ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here