તાલુકા ભાજપ પ્રમુખ ગેમાભાઈ ડાંગરની વાડીમાં દીપડો ઘૂસ્યો, હજુ વાડીમાં રહેલા લીંબુના ઝાડ પાછળ છુપાયો હોવાનું અનુમાન, ફોરેસ્ટર ડોક્ટરોની ટિમ સ્થળ પર પોહચી જરૂરી કાર્યવાહી હાથ ધરી
ખેડૂતોમાં ભય અને ડરનો માહોલ, દીપડાને પાંજરે પુરવાની પ્રબળ માંગ, દિવસે વીજ પુરવઠો આપવા ઉચ્ચ કક્ષાએ રજુઆત તાકીદે કરીશ – ગેમાભાઈ ડાંગર
હરેશ પવાર
સિહોરના રામનગર પાછળ આવેલ વાડી વિસ્તારમા તાલુકા ભાજપના પ્રમુખ ગેમાભાઈ ડાંગરની આવેલી વાડીમાં દીપડો ઘૂસીને ખીલ્લે બાંધેલી વાછરડી પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ઉભો થયો છે સિહોર અને પંથકમાં જંગલી પ્રાણીએ ડેરા તંબુ નાખ્યા છે અગાઉ સિહોર પંથકના અનેક ગામોના વાડી વિસ્તારોમાં મારણ થયાની ઘટનાઓ સામે આવી હતી થોડા દિવસ પહેલા સર અને ભડલી વિસ્તારમાં દેખા દીધા હતા ત્યારે ખેડૂતોમાં ભય અને ડરનો માહોલ ઉભો થયો છે ત્યારે સિહોર રામનગર વિસ્તારના પાછળના ભાગે આવેલ વાડી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાએ ડેરા તંબુ નાખ્યા છે.
અગાઉ અહીં બે ત્રણ મારણની ઘટનાઓ બની હતી આજે સિહોર તાલુકા ભાજપ પ્રમુખ ગેમાભાઈ ડાંગરની વાડીમાં દીપડો ઘૂસીને ખીલ્લે બાંધેલી વાછરડી પર જીવલેણ હુમલો કરવાના પ્રયાસ કરતા વાછરડી ઘાયલ થઈ હતી વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા ખેત મજૂરી બેટરીથી પ્રકાશ ફેકી હાંકલા પડકારો કરી વાછરડીને દીપડાના હુમલાથી બચાવી લીધી હતી જોકે બનાવને લઈ તાલુકા ભાજપ પ્રમુખ ગેમાભાઈ ડાંગર સ્થળ પર દોડી ગયા હતા આજુબાજુ વાડી વિસ્તારના ખેડૂતો એકઠા થયા હતા અને ફોરેસ્ટ અને ડોકટરોની ટિમ પણ સ્થળે પોહચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પરંતુ હજુ પણ દીપડો વાડીમાં રહેલા લીંબુ પાછળ છુપાયો હોવાનું અનુમાન લોકો કરી રહ્યા છે અને ખેડૂતોમાં એક પ્રકારે ભયનો માહોલ ઉભો થયો છે જ્યારે તાલુકા ભાજપના પ્રમુખ ગેમાંભાઈ ડાંગર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરીને ઉચ્ચસ્તરે રજૂઆતો કરશે ત્યારે દિવસે ને દિવસે દીપડાના આંતક સામે સિહોર તાલુકાના ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.