એક માસ સુધી ભાવ ઉતરવાની શક્યતા નહીવત, રસોડાંની લાઈફલાઈન ગણાતા શાકભાજીના ઉંચા ભાવથી પરિવારોનું ખોરવાઈ જતું બજેટ


બ્રિજેશ ગૌસ્વામી
રસોડાં ની મહત્વની વસ્તુ ગણાતાં શાકભાજી નાં ભાવ આસમાને પહોચ્યા છે.અલબત ધીમીધારે નવી આવક શરૂં થવાં પામી હોવાથી ભાવમાં આંશિક ઘટાડો થયો છે.પરંતુ દિવાળીનાં તહેવારોમાં શાકભાજી નાં ભાવ ગૃહીણીઓને દઝાંડી રહ્યા છે. દિવાળી બાદ ઉંચે ગયેલી બજાર તળિયે આવે તેવી શક્યતાં છે.હાલ પરિસ્થિતિ એવી છેકે થેલી લઇ શાકભાજી ખરીદવાં ગયેલ વ્યક્તિ શાક,કોથમીર સહીત મસાલો ખરીદે એટલે સ્વાભાવિક રીતે જ રૂ.દોઢસો થી બસ્સો ખર્ચાઇ જાય.મોટો પરીવાર હોયતો ખર્ચ વધું લાગે કારણકે મોટાભાગના શાકભાજીના ભાવ આસમાને પંહોચ્યા છે.

રસોડાં ની ‘લાઇફ લાઇન ‘ ગણાતાં શાકભાજીનાં ઉંચા ભાવ પરડવા મુશ્કેલ બન્યાં છે.મોટાં પરીવાર માટે તો દોહ્યલી સ્થિતિ સર્જાઇ છે.આ વષઁનું ચોમાસું ભરપુર રહ્યું છે. શાકભાજીનું વાવેતર અતિવૃષ્ટિ માં નિષ્ફળ ગયું.વરસાદે જબરૂં ધોવાણ કર્યુ.જેનાં ફલસ્વરૂપે બચેલું વાવેતર આજે મોંઘુ દાટ બન્યું છે હાલ દિવાળીનાં તહેવારોમાં શાકભાજીનાં ભાવ નીચાં આવે તેવી કોઈ શકયતાં નથી.દિવાળી બાદ ભાવ નું લેવલ બંધાય તેવું સુત્રો જણાવી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here