દેશવાસીઓને દિવાળી અને નુતનવર્ષની શુભેચ્છા : મિલન કુવાડિયા


પ્રકાશના પર્વ દિવાળી અને નુતન વર્ષની તમામ દેશવાસી જિલ્લાવાસી સાથે શહેરીજનોને શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયાએ શુભેચ્છા પાઠવી છે. શુભ દિપાવલીએ પ્રજાજીવનનું ઉત્સવરૂપ આનંદરૂપ સમુહરૂપ પ્રતિકાત્મક પ્રેરણાદાયી પર્વ છે. કોઇપણ તહેવારનો મર્મ સમજવા પ્રયાસ કરીએ તો ઉજવણીનો આનંદ સાર્થક નિવડે છે. પુજા ઉપાસનાના આ અવસરે સૌ કોઇ પ્રસન્ન રહે તેવી શુભેચ્છાઓ દિપોત્સવી એટલે પ્રકાશનો મહોત્સવ. દિવાળી એ માત્ર એક તહેવા૨ નથી પરંતુ, ધનતે૨સ, કાળી ચૌદશ, દિવાળી, નુતન વર્ષ અને ભાઈબીજ – આ પાંચ તહેવારોનું સ્નેહમિલન છે .

આ પાંંચચતહેવારો અલગ-અલગ વિચા૨ધારાને લઈને આવે છે. ધનતે૨સ એટલે ધનની પૂજા-ઉપાસનાનો દિવસ, આસુરી શકિત પ૨ દૈવી શકિતનો વિજય એવા કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઈષ્ટ ત૨ફ ગતિ ક૨વાનું પ્રે૨ણાનું પર્વ કહેવામાં આવે છે. ત્યા૨બાદ ભાઈબીજ એટલે બહેન પોતાના ભાઈના દિર્ધાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આ દિવસે ભાઈ બહેનના ઘે૨ જમીને આશિર્વાદ પ્રાપ્ત કરે છે. દિવાળીના પાવન અવસરે ચારે બાજુએ વાતાવ૨ણ ખુશીઓથી મહેકતુ થઈ જાય છે. નવા કપડા, અવનવી રંગોળી, ફટાકડા, રંગબેરંગી આતશબાજી, મીઠાઈ, રોશની, સૌ સગા-સ્નેહીઓ સૌના મીલનથી જનમાનસ પ્રફુલીત થઈ જાય છે.

કોરોના મહામારીના કાળમાં લોકોએ સાવધાન રહેવા, સચેત રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખી તહેવારો ઉજવવા આ મહાપર્વ પ૨ બાળકોને ફટાકડાથી દાઝી ન જવાય અને કોઈ અકસ્માત ન સર્જાય એ માટે જરૂરી સાવચેતી રાખવા સૌ શહેરીજનોને દિપોત્સવી પર્વની શુભેચ્છા સો નુતન વર્ષમાં સૌ કોઈ સુખ- સમૃધ્ધીભર્યુ જીવન પ્રાપ્ત કરે અને આવનારા નવલા વર્ષમાં આપ અને આપના પરિવાર માટે નૂતનવર્ષ સુખમય, શાંતિમય, સમૃદ્ઘિમય અને નિરોગી નીવડે તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના સાથે આપના પરિવારજનો હંમેશા ઉતરોતર પ્રગતી કરતા રહો તેવી શુભેચ્છાઓ
– આપનો મિલન કુવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here