ડે કલેકટર રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામાં, પીઆઇ ગોહિલે શહેરીજનોને દિવાળીની શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી


મિલન કુવાડિયા
ભારત અને વિદેશમાં વસતા ભારતીયો જેની ખુબ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે તેવા પ્રકાશના પર્વ દિવાળીના તહેવાર નિમિતે નગરજનોને શુભેચ્છા પાઠવતા ડેપ્યુટી કલેકટર રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામાં, પીઆઇ કે.ડી ગોહિલ જણાવે છે.

દિવાળી એટલે પ્રકાશનું પર્વ દેશના તમામ નાગરિકો અગીયારસથી શરૂ કરી દિવાળી સુધીના પાંચ દિવસ માટે દ્યર આંગણે દીવા પ્રગટાવે, આંગણે રંગોળી કરે તથા દ્યરને સુશોભિત કરી આ તહેવારની ખુબજ આનંદ અને ઉમંગથી ઉજવણી કરે છે.  ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના મહામારી ચાલે છે ત્યારે દિપાવલી, નૂતનવર્ષ અને ભાઈબીજનો તહેવાર દ્યરમાં રહી પરિવાર સાથે ઉજવવા જેથી કોરોનાથી સાવચેતી રાખીએ,

ખાસ કરીને સિનીયર સીટીઝનો કામ સિવાય બહાર ન નીકળે તેની તકેદારી રાખવી. કોરોના સંક્રમણથી બચવા માસ્ક પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીએ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ. નૂતનવર્ષમાં આપ સૌનું જીવન શાંતિ, સુખ, સમૃધ્ધી, ઐશ્વર્ય, આરોગ્ય, સંપ, એકતા, સહકાર, પ્રગતિ વિગેરે નવરંગોથી ભરપુર બનાવે તેવી ફરી ફરી શુભકામના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here