દિવાળી નજીક આવતા જ તહેવારોની રોનક દેખાઈ


બ્રિજેશ ગૌસ્વામી
દિવાળીના પર્વોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સવારથી મોડી રાત સુધી બજારમાં ખરીદી માટેનો ધમાધમાટ જોવા મળ્યો હતો. દિવાળી સુાધી હવે ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ રહેશે. નોટબંધી, મંદીના લીધે છેલ્લા કેટલાક વર્ષોથી વેપારીઓને આર્થિક નુકશાન થાય છે. આ વર્ષે સારી એવી ઘરાકીની આશા હતી પરંતુ આ વર્ષે પણ કોરોના કાળમાં લોકડાઉન જાહેર કરવાની ફરજ પડતા વેપારીઓની કેડ ભાંગી ગઈ છે. અનેક નાના મોટા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે.

ત્યારે, દિવાળીમાં પણ જોઈએ તેવી ઘરાકી જામતી નથી. લોકો પાસે રોજગાર ન હોવાથી તેમજ રોજગાર ધંધા રહ્યા હોવાથી ગ્રાહકો પાસે રૃપિયા ન હોવાથી ખરીદી કરતા મુંઝાય છે. ત્યારે, દિવાળીના દિવસો નજીક હોવા છતા બજારમાં ખરીદીનો માહોલ જામતો ન હતો તેથી વેપારીઓ ચિંતિત બન્યા હતા. જો કે, હવે દિવાળીના પર્વોને ગણ્યા ગાંઠયા દિવસો રહ્યા હોવાથી બજારમાં આજથી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

શનિવારે દિવાળી હોવાથી ખરીદી માટેનો આજે સિહોરની બજારમાં ભારે એવી ભીડ રહી હતી. વહેલી સવારના દસ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી ખરીદીનો ધમાધમાટ રહ્યો હતો. ખાસ તો કપડાની દુકાનોમાં ખરીદી માટે ભીડ રહી હતી. અને આગામી ચારેક દિવસ સુધી બજારમાં ખરીદી માટે ગ્રાહકોની ખાસ્સી એવી ભીડ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here