છેલ્લા પાંચ વર્ષથી નજીવા દરે નિદાન કરીને દર્દી દેવો ભવ વાક્ય સાકાર કરી રહ્યા છે યુવા ડો.નરદીપસિંહ

સલીમ બરફવાળા
આજકાલ સોશ્યલ મીડિયામાં ના માધ્યમ થી લોકો સુધી ખરું કામ કરતા ચેહરાઓ જોવા મળી રહ્યા છે. એ જ રીતે સિહોરના એક સેવાભાવી યુવા ડોક્ટર છેલ્લા ઘણા દિવસોથી સોશ્યલ મીડિયામાં છવાયા છે. અનેક લોકોએ તેમની કામગીરીના વખાણ કરી બિરદાવી છે આ વાત શંખનાદ ને ધ્યાને આવતા આજે ડોકટરનો સંપર્ક સાધીને સંપૂર્ણ વિગતો મેળવી હતી. સિહોરના સુરકા ના દરવાજે છેલ્લા પાંચ વર્ષથી ડો. નરવીરસિંહ રાઠોડ તબીબી સેવા આપી રહ્યા છે. પવમ ફાઉન્ડેશન ટ્રસ્ટ ની હેઠળ તેઓ ગરીબ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવા પણ આપી રહ્યા છે. સુરકા ના દરવાજા ની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાના અને ગરીબ માણસો રહે છે.

ત્યારે ડો. નરદીપસિંહ છેલ્લા ચાર વર્ષથી માત્ર ૨૦ રૂપિયાના નજીવા દરથી લોકોનું નિદાન કરતા આવ્યા છે. આજે વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ ગઈ છે. જે ચેપથી જ ફેલાઈ છે જેને લઈને લોકડાઉન ના પહેલા ભાગમાં અનેક ડોક્ટર પોતાનો ધર્મ ભૂલી સેફઝોનમાં જતા રહ્યા હતા. ત્યારે ગરીબોને હાલાકી ન પડે તેમજ કોરોના વાયરસ અંગે લોકોને સચોટ માહિતી મળે અને તેના રક્ષણ સામે કેવી પરિજી રાખવી પડે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે ડો.નરવીરસિંહ દ્વારા પોતાના ક્લિનીક ઉપર લોકડાઉન નો ભંગ ન થાય તેને અનુરૂપ દર્દીઓના નિદાન માટે આગળ આવ્યા હતા.

લોકડાઉન ના સમયમાં દર્દીઓ માટે સાક્ષાત ભગવાન નું સ્વરૂપ થઈને તેઓ નીડર થઈને પોતાનો ધર્મ નિભાવી રહ્યા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ ૩૦ રૂપિયા ફી માં દર્દીઓને નિદાન કરી આપે છે. કોરોના જેવી મહામારીમાં પોતાના કરતા દર્દીઓની વધારે ચિંતા કરતા આ સિહોરના યુવા ડોકટર સોશ્યલ મીડિયામાં ચમકી રહ્યા છે. દર્દી દેવો ભવ નું સૂત્ર અહીં પૂરેપૂરી રીતે સાર્થક થતું હોય તેમ લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here