આ દુઃખની ઘડીઓ કાલે જતી રહેશે : પ્લાઝમાં ડોનેટ કરી દેશ સેવામાં સહભાગી થવાનો શ્રેષ્ટ સમય

વિશેષ મિલન કુવાડિયા
પૃથ્વી ગોળ છે સમયનું ચક્ર બદલાવવું નિશ્રિત છે સુખની દુઃખની ઘડીઓ કાયમ રહેતી નથી હાલના સમયે કોરોના એ સમગ્ર વિશ્વને ઘેરી લીધું છે અને સમગ્ર વિશ્વના દેશો સામે પડકારો ઘણા હતા અને છે ભય અને તણાવે પ્રજાના માનસને હચમચાવી દીધું છે દરરોજ કોરોના વાયરસને કારણે પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જાય છે. જે એક સમયે ગ્રીન ઝોનમાં આવતા વિસ્તારોમાં પણ રોજના પોઝિટિવ કેસો વધતા જાય છે એવા સમયે કોરોનાની રસી ક્યારે આવશે આ સવાલ જનમાનસમાં જોરશોરથી ઉદભવી રહ્યો છે જેની વચ્ચે કોરોનાની રસીમાં ભારતીય ફાર્મસી કંપનીઓ પણ દિવસ રાત એક કરી રહી છે. એક સમયે સપ્ટેમ્બરના અંત સુધીમાં કોવિડ-નાઇન્ટિનની વેકસીન આવી જશે એવું સંભળાતું હતું પરંતુ હાલમાં રસી આવે એવી શકયતા જણાતી નથી.

દુનિયાની સેંકડો કંપનીઓ અત્યારે ચોવીસ કલાક કોરોના વેકસીનના સંશોધનમાં રાચી રહ્યા છતાં આ વર્ષે રસી આવે એવી સંભાવના દૂર સુધી દેખાતી નથી ત્યારે પ્લાઝમા ડોનેટ ખૂબ અસરકાર સાબિત થઈ રહ્યું છે જે પણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થાય છે તે વ્યક્તિમાં તેની ઇમ્યુનિટી સિસ્ટમમાં કોરોના વાયરસથી લડતા-લડતા એક એન્ટીબોડી તેના શરીરમાં તૈયાર થઈ જાય છે. આજ એન્ટીબોડી મારફત વ્યક્તિ જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે, તેના ૨૮ દિવસ બાદ તેના શરીરમાંથી પ્લાઝમા લઇ અન્ય કોરોના પોઝિટિવ દર્દીને તે પ્લાઝમા થેરાપી આપી શકાય છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. કોઈ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દી સ્વસ્થ થઈ પ્લાઝમા ડોનેટ કરી શકે છે અને કોરોના દર્દીઓમાં માટે હાલના સમયમાં પ્લાઝમા ડોનેટ ખુબજ અસરકારક અને મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે તેના માટે લોકો આગળ આવે તે હાલ જરૂરી છે.

કારણકે આ દુઃખની ઘડીઓમાં પ્લાઝમાં ડોનેટ એક પ્રકારની દેશસેવાથી કમ નથી અને પ્લાઝમાં ડોનેટથી ગેરલાભ થતો નથી ખૂબ સરળ પ્રક્રિયા છે કદાચ ઈશ્વરે તમને નવું જીવન બીજાનો જીવ બચાવવા આપ્યું હોઈ એવું સમજી અન્ય લોકોને નવજીવન મળે છે તેવા પ્રયત્ન કરી વધુ ને વધુ આ ભગીરથ કાર્ય માં જોડાવુ જોઈએ પ્લાઝમા ડોનેટ કોરોનાગ્રસ્ત વ્યક્તિને મોતના મુખમાં માંથી ઉગારી શકવાની તાકાત રાખે છે લોકોએ પ્લાઝમાં શક્તિનો ગભરાયા વગર ઉપયોગ કરવો જોઈએ તે મોટી દેશસેવા કરતા કમ નથી સમય ધીરે ધીરે બદલાતો રહે છે મુશ્કેલીઓ કમ થતી જાય છે ત્યારે લોકોએ સોશ્યલ મીડિયાથી પ્લાઝમા ડોનેટ માટે મદદ માંગી રહ્યા છે જેથી લોકોએ સંયમ જાગૃત થવાની જરૂર છે જાતે પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવી લોકોને મદદ એક મોટી દેશસેવા ગણાશે એક નરી આંખે જોઈ પણ ન શકાય તેવા વાયરસે દેશ અને દુનિયાના મહાકાય અર્થતંત્રો અને વિરાટ યંત્રોને ચપટીમાં થંભાવી દીધા.

ત્યારથી દેશ અને દુનિયામાં ઊહાપોહ મચી ગયેલો છે. હજુ પણ પરિસ્થિતિ પૂર્ણતઃ થાળે પડી નથી, ત્યારે દુઃખની ઘડીઓ વચ્ચે સમય બદલાતા વાર નથી લાગતી કાલનો સૂરજ કોરોનાને જડમૂળથી ઉખાડી ફેકીને ઉગશે એ નક્કી છે પરંતુ આવેલી આફતમાં સૌએ એકબીજાની મદદ કરવી જોઈએ અને કરવી પડશે ત્યારે સ્વસ્થ થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે તો દેશમાં મૃત્યુ દર પણ ઘટી શકે તેમ છે. અનેક પરિવાર ના માળા વિખતા અટકશે આ સાથે શંખનાદ પણ અપીલ કરે છે કે કોરોનાને માત આપી સ્વસ્થ થયેલ વધુને વધુ લોકો પ્લાઝ્મા ડોનેટ કરે તો કોરોના સામે જંગ જીતી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here