આઠ જેટલા વિવિધ મોડલોમાં ઇ-રીક્ષા ઉપલબ્ધ, આજે પ્રથમ દિવસે લોકોનો ભારે ઘસારો રહ્યો, ટેસ્ટ ડેમો માટે આવતીકાલે છેલ્લો દિવસ

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર જિલ્લામાં સિહોર ખાતે સૌ પ્રથમ ઇ-રિક્ષાનો ડેમો આજે યોજાયો હતો જેમાં લોકોનો ભારે ઘસારો રહ્યો હતો બે દિવસના ડેમો આયોજનમાં આજે પ્રથમ દિવસે મંગળવારે લોકોનો ભારે ઘસારો રહ્યો હતો સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં પ્રદુષણની મહામારી સામે શટલ મુસાફરોની હેરાફેરી માટે મોટા ભાગે ઇ-રીક્ષાનો ઉપયોગ વધુ કરવામાં આવે છે જે બેટરીથી ચાલે છે અને વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલ અને સીએનજીથી લોકોને છુટકારો આપે છે જેમાં પેસેન્જર સાથે લોડિંગ, ફ્રુટ કાર્ડ, સ્કૂલવાન, આઈસ્ક્રીમ પાર્લર સહિત અલગ અલગ સુવિધાઓ સાથે કંપની દ્વારા વિવિધ મોડલો આપવામાં આવ્યા છે.

જે ઇ-રીક્ષાનો આજે મેગા ડેમો સિહોરના મારૂતી દર્શન કોમ્પલેક્સ ખાતે યોજાયો હતો જેમાં સવારથી લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ડેમો અને ટેસ્ટ ડ્રાઇવ માટે સતત લોકોની ભીડ જોવા મળી હતી ઇ -રિક્ષાના સ્થળ પર દિવસભર લોકોના ટોળા જોવા મળ્યા હતા બે દિવસના ડેમો શો દરમિયાન આજે પ્રથમ દિવસે સતત લોકોની પૂછતાંછ શરૂ રહી હતી હજુ આવતીકાલે પણ બીજા દિવસે પણ ડેમો શો યોજાશે રૂબરૂમાં ટેસ્ટ ડ્રાઈવ સ્થળ પર આપવામાં આવે છે આપ પણ અચૂક મુલાકાત લો કારણકે આવતીકાલે છેલ્લો દિવસ છે પધારો તમે પણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here