સિહોરમાં મુસ્લિમ સમાજ દ્વારા બલિદાન પર્વની ઉજવણીઃ સવારે વિશેષ નમાઝ બાદ દુઆઓ થઈઃ ફરી એકવાર સાદગીથી ઇદના પર્વની ઉજવણી

હરેશ પવાર
આજે ઈદુલ અદહાની સિહોર ખાતે ઉજવણી કરવામાં આવી છે. જો કે લોકડાઉન-મહામારીના સમયકાળમાં બે વર્ષમાં આજે આ ચોથી ઈદ ઉજવાય છે જે સાદગીભેર સંપન્ન થઈ છે અને બીજા વર્ષ પણ સતત ઈદુલ અદહાના દિને ઈદગાહો બંધ રહેતા ચહલપહલનો અભાવ નહીંવત રહ્યો હતો.

જો કે ૨૦૨૦માં આવેલી રમઝાન ઈદ અને ઈદુલ અદહા સંપૂર્ણ લોકડાઉનમાં ઉજવાઈ હતી ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧માં આવેલી રમઝાન ઈદ મહામારીકાળ અને રાત્રિ કર્ફયુ વચ્ચે ઉજવાઈ હતી ત્યારે હાલમાં પરિસ્થિતિ ઘણી જ સુધરી છે.પરંતુ રાજ્ય સરકારની ગાઈડલાઈન યથાવત હોય ઈદુલ અદહા પણ તે વચ્ચે આવી ગઈ છે.

સિહોર સહિત જિલ્લામાં આજે પરંપરાગત ‘ઈદુલ અદહા’ની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી રાબેતા મુજબ ત્રણ દિ’ સુધી ચાલશે. હજુ એક મહિના ૨૭ દિવસ પહેલા જ રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઉજવાયેલી ઈદુલ ફિત્ર લોકડાઉન વચ્ચે આવી હતી ત્યારે પણ ઈદની સાદાઈથી ઉજવણી કરાયેલ તેમ ઈદુદદોહા પણ આજે મુસ્લીમ સમાજ દ્વારા સાદગીભેર ઉજવવામાં આવી છે.

બોક્સ..

સિહોરની અનેક મસ્જીદોમાં વ્હેલી સવારે જ ઇદની નમાઝ પઢી લેવાઇ : એકબીજાને શુભેચ્છાઓ પાઠવી

આજે સવારે મુસ્લિમ સમાજ દ્વારા ઇદુલ અદહાની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા ગાઇડલાઇન યથાવત હોઇ પ્રતિબંધાત્મક હુકમો અનુસાર સિહોરની વિવિધ મસ્જીદોમાં વ્હેલી સવારે ઇદની નમાઝ પઢી લેવામાં આવી હતી અને ઇદની નમાઝ બાદ લોકો કબ્રસ્તાનમાં પોતાના સ્વજનોને શ્રાદ્ધતર્પણ કરવા ઉપસ્થિત થયેલ અને એ સમયે એકબીજાને ઇદના દિવસની મુબારકબાદની આપલે કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here