સિહોર નગરપાલિકા ખાતે એન્જિનિયરો ની તાલીમ બેઠક
હરેશ પવાર
સિહોર નગરપાલિકા ખાતે સરકાર તરફ થી અમલ માં મૂકવાંમાં આવેલ બાંધકામ પરવાનગી ઈ-નગર મોડ્યુલ માં ફેરવવામાં આવેલ જેમાં ભાગ પ્લાન, એકત્રીકરણ, તથા બિલ્ડિંગ પ્લાન ની પરવાનગી આપવામાં આવેલ છે ઈ-નગર સોફ્ટવેર માં કામગીરી કરવા માટે નગરપાલિકા કચેરી માં ઓવરશિયર નીતિન પંડ્યા દ્વારા સિહોર નગર પાલિકા ના માન્ય એન્જિનિયર ભાઈઓનલને ઇ-નગર મોડ્યુલ માં પરવાનગી મેળવવા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ચીફ ઓફીસર બી.એચ. મારકણા તથા ન.પા. પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા શહેરીજનો ને સરળતાથી અને ઝડપ થી વિકાસ ના કર્યો ને વેગવંતુ બનાવવા પરવાનગી મળી રહે તે માટે એન્જિનિયરઓ ને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું