બેનરો અને સુત્રોચ્ચાંર સાથે રેલીનું આયોજન, પાક નુકશાની નો સર્વે કરી સહાય ચૂકવવા કરી માંગ, ૪ દિવસમાં નિર્ણય કરી સર્વે અને વળતર નો આદેશ કરવા કરી માંગ.ખેડૂતો દ્વારા અન્ન,જળ નો ત્યાગ કરી ઉપવાસ આંદોલન ની ચીમકી


હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર પંથકમાં થોડા દિવસો અગાઉ પડેલા કમોસમી વરસાદને પગલે ખેતરોના ઉભા પાક ને થયેલા વ્યાપક નુકસાનના સહાય વળતર અંગે અગાઉ કરેલો રજુઆત બાદ આજે સિહોર તાલુકાના ૮૨ ગામોના ખેડૂતો સિહોર ખાતે એકઠા થઇ બેનરો સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં ભારે સુત્રોચ્ચાંર સાથે સહાય વળતર ચૂકવવા ની માંગ સાથે આવેદનપત્ર પાઠવી વહેલી તકે વળતર ચૂકવવા રજુઆત કરી હતી.

કુદરત ના કહેર સમાન માવઠા એ ખેડૂતોના પાકને ભારે નુકશાન કરતા ખેડૂતો ને વધુ નુકશાની સહન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.જેમાં ચોમાસા ની સિઝન પૂર્ણ થયા બાદ પડેલા કમોસમી વરસાદે કપાસ,મગફળી,તલ સહિતના પાકને ભારે નુકશાની કરી હતી.જ્યારે આ કમોસમી વરસાદ ને પગલે રાજ્ય સરકારે એક ગાઈડ લાઈન મૂજબ વળતર ચૂકવા ની સહાય યોજના પણ જાહેર કરી હતી.

ભાવનગરના સિહોર પંથકમાં નિયમ સમય મર્યાદા માં પડેલા ૪ થી ૫ ઇંચ કમોસમી વરસાદ ને પગલે ખેડૂતો ના ખેતરોમાં રહેલા કપાસ,મગફળી અને તલ સહિતના પાકોને ભારે નુકશાની થતા તાકીદે આ વિસ્તારના ખેડૂતો દ્વારા સર્વે કરી વળતર ની માંગ કરી હતી.જેમાં ખેડૂતો ની રજુઆત બાદ પણ હજુ સુધી સર્વે ન કરવામાં આવ્યો હોય આજે ૮૨ ગામના મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી વચ્ચે બેનરો સાથે કિસાન ક્રાંતિ મંચ ના બેનર હેઠળ રેલી સ્વરૂપે સિહોર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.

જ્યાં મામલતદાર ને આવેદનપત્ર પાઠવી વહેલી તકે સર્વે અને સહાય વળતર ચૂકવવા માં આવે તેવી માંગ કરી હતી. ખેડૂતોએ ૪ દિવસ ની મુદત સરકારને આપી યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો છે. જો સરકાર આ સમય ગાળા માં ખેડૂત તરફી યોગ્ય નિર્ણય નહિ કરે તો ખેડૂતો અન્ન,જળ નો ત્યાગ કરી ઉપવાસ આંદોલન ના માર્ગે જોડાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here