સિહોર ફિલ્ટર પ્લાન્ટનો ભષ્ટાચાર ઇતિહાસના કાળા અક્ષરે લખાશે – મુકેશ જાની

વિપક્ષની ફિલ્ટર પ્લાન્ટ ખાતે સ્થળ વિઝીટ અને રૂબરૂ મુલાકાત, ફિલ્ટર પ્લાન્ટની દીવાલો મશીનરી પણ અહીં નિસાસા નાખતી હશે કે જેના પૈસે અને જેના માટે મારું સર્જન કરાયું તેને હું એકવાર પણ ઉપયોગ ન આવી શક્યો, અહીંનું સ્થળ ચોમેર ભેંકાર ભાસે છે, ગંદકી ગારો સાથે ચારેબાજુ બાવળ બધું ઉજ્જડ ઉજ્જડ લાગે, શહેરની જનતા શાસકોને ક્યારેય માફ નહિ કરે, ફિલ્ટર પ્લાન્ટનો આ ભષ્ટાચાર ઇતિહાસના કાળા અક્ષરે લેખાશે, વિકાસની વાતો કરતા નેતાઓ પર દયા આવે છે, પ્રમુખ પ્રજાને ગેરમાર્ગે દોરે છે, વિકાસની પીપુડી વગાડતા નેતાઓ શહેરની પ્રજા તમારા પાપે ગંદુ અને દુર્ગંધ વાળું પાણી પીવે છે શરમ કરો : મુકેશ જાની

રૂબરૂ : બ્રિજેશ ગૌસ્વામી
કરોડો રૂપિયાના ખર્ચે વર્ષ 2012માં સિહોર નગરપાલિકા વોટરવર્ક્સ ખાતે બનેલ ફિલ્ટર પ્લાન્ટ નિસાસા નાખતો બંધ જોવા મળે છે આજે વિપક્ષના મુકેશ જાની, કિરણભાઈ ઘેલડા, કેતનભાઈ જાની, કરીમભાઈ સરવૈયા, ઇકબાલ ગુલી સહિતના સભ્યોએ ફિલ્ટર પ્લાન્ટની સ્થળ વિઝીટ અને રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી હવે અહીં સ્થિતિ એવી છે કે ફિલ્ટર પ્લાન્ટ બન્યાને લગભગ દસેક વર્ષ થયાં છે કરોડો રૂપિયાના પ્રોજેકટ પછી અહીં જગ્યા ઉજ્જડ ઉજ્જડ છે ગારો, ગંદકી, ગંદુ પાણી, ઝાડીઓ બાવળ ચોમેર ઊગી નીકળ્યા છે અહીં સ્થિતિ જોતા લાગે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ફિલ્ટર પ્લાન્ટ જગ્યા એમની દીવાલો અને એમની મશનરી પણ કદાચ નિસાસા નાખતી હશે કે જેના પૈસે અને જેના માટે મારું સર્જન કરાયું

તેને હું એકવાર પણ ઉપયોગ ન આવી શક્યો મુલાકાત વેળાએ મુકેશ જાનીએ કહ્યું હતું કે સિહોરના આ ફિલ્ટર પ્લાન્ટમાં ભષ્ટચારનો ઇતિહાસ કાળા અક્ષરે લખાશે નગરપાલિકામાં શાસકોના ગેરવહીવટે હવે માજા મૂકી છે વિકાસના કામોની ગ્રાન્ટમાંથી વિકાસના કામો ઓછા અને કૌભાંડ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે તેના અનેક પુરાવા અમે વારંવાર આપી ચુક્યા છીએ છતાં નેતાઓ અને અધિકારીઓ માટે સબકા સાથ સબકા વિકાસ બની રહેતા કૌભાંડોની હારમાળા સર્જાઈ રહી છે ગતિશીલ ગુજરાત મોડેલને રજુ કરનારાઓને શરમ આવે તેવી સ્થિતિ અહીં ફિલ્ટર પ્લાન્ટ જગ્યાની જોવા મળે છે

ગુજરાત મોડેલની વાતો કરતાં નેતાઓ થાકતા નથી પણ ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ અહીં એકાદ ડોક્યુ કરવાની જરૂર છે નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાંટ આવતી હોય પરંતુ અંધેર વહીવટના લીધે ગ્રાંટનો ઉપયોગ ચોક્કસ દિશામાં થતો ન હોય સિહોરની આમ જનતા સ્થાનિક પ્રશ્નોને લઇને પીસાઇ રહી છે જાનીએ વધુમાં કહ્યું કે હાલના શાસકોના અઢી વર્ષના સમય પછી નવા પ્રમુખની વરણી થયા બાદ તેઓની સાથે ચેરમેનો પણ ખુબ જ ઉત્સાહી હોવાનો ભાસ લોકોના માનસપટ પર ઉભો કરાયો હતો લોકોને અપેક્ષા હતી

પ્રમુખ સિહોરનો ખરેખર ખુબ જ વિકાસ કરશે અને શહેરની જનતા ફિલ્ટર વાળું પાણી વાપરી શકશે આજે બે વર્ષના સમય દરમ્યાન લોકોની આશા ઠગારી નીવડી છે અને તે બાબત કેમેરાની આંખે અહીં સ્થળ પર જોઈ શકાય છે કે અહીં શુ દશા થઈ છે પ્રમુખની નિયુક્તિ બાદ તે સમયે હવામાં બુમરેગ કરીને સિહોરની જનતાને એકાતરા પ્રેશસરથી પાણી આપવામાં આવશે અને તે સમયે પણ વિપક્ષ દ્વારા મીડિયાને સાથે રાખી સતત બે થી ત્રણ દિવસ સુધી હકીકત શુ છે.

તેની જાણકારી આપવામાં આવી હતી હાલ કોરોનાની ત્રીજી લહેર પીકઅપ છે રોગચાળો ફાટી નીકળ્યો છે દવાખાનાઓ તેમજ ઘરે ઘરે માંદગીના ખાટલાઓ છે ત્યારે ફીલ્ટર પ્લાન્ટ બંધ હોવાના કારણે તેમજ કલોરીનયુકત પાણી લોકોને પહોંચાડવામાં આવતુ હતુ તે સંપૂર્ણપણે ફીલ્ટર પ્લાન્ટ બંધ છે સિહોરની જનતા ફરી વખત એ જ જુના સંપ ઉપરથી આપવામાં આવતું દુષિત અને ગંદુ પાણી પીવા મજબુર બની છે ત્યારે પ્રજાના પૈસે તાગડધીન્ના કરનારા લોકોની શાન ઠેકાણે લાવવા લોકોએ જાગૃત થવું પડશે હકીકત સમજવી પડશે તેવું મુકેશ જાનીએ જણાવ્યું હતું

બોક્સ…


તસ્વીર જોઈ લ્યો : દુર્ગંધયુક્ત અને ડહોળુ પાણી

આજની વિપક્ષ ની સ્થળ મુલાકાત દરમિયાન આ તસવીર કહે છે કે નગરપાલિકા તંત્ર ને પ્રજાની લેશમાત્ર પડી નથી નગરપાલિકા તંત્ર દ્વારા દુર્ગંધયુક્ત દુષિત પાણી વિતરણ કરાતુ હોવાની ફરિયાદ નવી નથી એકદમ ડોળુ અને જીવાતોવાળુ દુર્ગંધયુક્ત પાણી અપાઇ રહ્યુ છે જેનાથી લોકોનું આરોગ્ય પણ જળવાતુ નો હોવાથી હાલ સિહોર શહેરમાં ઘરે ઘરે માંદગીઓ જેવી કે ટાઇફોડ મેલેરીયા જાડાઉલ્ટી મેલેરીયા, ડેન્ગ્યુ જેવા અનેક રોગોથી સિહોરની જનતા પીડાતી હોય

સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલો આવા દર્દીઓની કતારો લાગતી હોવા છતાં લાગતુ વળગતુ તંત્ર હાથ પર હાથ દઇને બેઠુ રેતુ હોવાથી સિહોર શહેરની જનતામાં રોશની લાગણી ઉત્પન્ન થવા પામી છે. તો જવાબદાર તંત્ર પોતાની કુંભકરણની નીંદરમાંથી જાગીને આરોગ્ય વિષે પગલા લેશે ખરા? તેવા રોષયુક્ત પ્રશ્નો ઉઠી રહ્યા છે સમગ્ર મામલે સ્પોટ પર વિપક્ષે હકિકત બતાવી ને રોષ ઠાલવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here